- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો કહેર
- પોલીસકર્મી પર ગોળીબાર કરી હત્યા કરી
શ્રીનગર-દેશની જન્નત ગણાતા કેન્દ્ર સોશિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી દ્રાવા ઘટનાઓને અંજામ આપવાનું ષડયંત્ર હદી ચતાલી જ રહ્યું ઠે, આતંકીઓ ઘટના અટકવાનું નામ નથી લઈ રહી. રવિવારે આતંકવાદીઓએ એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસ અધિકારીઓએ મીડિયાને જણાવ્યું કે શહેરના બટમાલૂ વિસ્તારમાં રવિવારે આતંકવાદીઓ દ્વારા એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસકર્મીની ઓળખ કોન્સ્ટેબલ તૌસીફ અહેમદ તરીકે થઈ છે, એમ તેમણે જણાવ્યું હતું.
આતંકીઓ દ્રારાગોળીબાર કરીને હત્યા કરવાના મામસે અધિકારીઓએ જણાવ્યું હતું કે, “રાત્રે 8 વાગ્યાની આસપાસ, આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ તૌસીફ અહમદ પર એસડી કોલોની, બટામાલૂમાં તેમના નિવાસસ્થાન પાસે સતત ગોળીબા કરવાનું ચાલુ કર્યું હતુ.”
આ મામલે વધુમાં જાણકારી આપતા તેમણે કહ્યું આ ઘટનામાં કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને SMHS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોને પકડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર સ્થિતિ વચ્ચે નેશનલ કોન્ફરન્સ આતંકીઓ દ્રારા પોલીસ કર્મીપર થતા હુમલાની નિંદા કરી છે. પાર્ટીએ ટ્વિટ કર્યું હતું કરે, “અમે શ્રીનગરના બટમાલૂમાં 29 વર્ષીય પોલીસકર્મી પરના કાયરતાપૂર્ણ હુમલાની સ્પષ્ટપણે નિંદા કરીએ છીએ,