Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના નિશાના પર નાગરિકો – બારામૂલામાં આતંકીઓએ ગોળી મારીને સરપંચની કરી હત્યા

Social Share

શ્રીનગરઃ- દિવસેને દિવસે જમ્મુ કાશ્મીરમાં સામાન્ય નાગિરકોની હત્યાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, છેલ્લા 2 મહિનામાં આ ચોથી ઘટના છે કે જ્યારે આતંકીઓએ સરપંચને ગોળીમારી મોતને ઘાટ ઉતાર્યા છે,જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં, આતંકવાદીઓએ શુક્રવારે સાંજે ગોશબુગ પટ્ટનમાં સરપંચ મંજૂર અહેમદ બાંગરુની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આતંકવાદીઓની ગોળીઓથી ઘાયલ થયા બાદ બાંગરુને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

 આ મામલે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, બાંગારુ અપક્ષના સરપંચ હતા. ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, “બારામુલ્લા જિલ્લાના પટ્ટનના ગોશબુગ વિસ્તારમાં આતંકવાદીઓએ સ્વતંત્ર સરપંચ મંજૂર અહેમદ પર ગોળીબાર કર્યો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા.” તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

મળતી માહિતી મુજબ છેલ્લા છ સપ્તાહમાં પંચાયત સભ્યની આ ચોથી હત્યા છે. ગયા મહિને આતંકવાદીઓએ કુલગામમાં સરપંચની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે કહ્યું હતું કે આતંકવાદીઓએ શબ્બીર અહેમદ મીરને તેના ઘરની ખૂબ નજીક ગોળી મારી હતી. આ ઘટનાના બે દિવસ પહેલા આતંકવાદીઓએ શ્રીનગરની બહારના વિસ્તારમાં સરપંચની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

Exit mobile version