Site icon Revoi.in

ઉપલેટામાં મોજ નદી પરના 100 વર્ષ જુના બ્રિજ પર હવે ભારે વાહનો માટે પ્રવેશબંધી

Social Share

રાજકોટઃ  જિલ્લાના ઉપલેટા શહેરની મોજ નદી પર અંદાજિત 100 વર્ષ પહેલા એટલે કે અંગ્રેજોના સમયમાં પુલનું નિર્માણ કરાયું હતું અને આજે પણ પુલ અડિખમરીતે ઊભો છે. પરંતુ સદી વટાવી ગયેલા વર્ષો જુના આ પુલનો સ્ટ્રક્ચર અને સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યા બાદ રાજકોટ જિલ્લા કલેક્ટરે આ પુલ પરથી ભારે વાહનોને પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉપલેટા શહેરની મોજ નદી પર આવેલા પુલનું થોડા સમય પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી દ્વારા સ્ટેબીલીટી અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ આવ્યા બાદ ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ ફરમાવતો હુકમ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસરએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગની સુચના મુજબ ઉપલેટા શહેરના નાગનાથ ચોકથી નેશનલ હાઈવે તરફ જતા રસ્તામાં મોજ નદી પર આવેલા 100 વર્ષ કરતા પણ વધારે જૂના બ્રિજનું સ્ટ્રક્ચર અને સ્ટેબિલિટી રિપોર્ટ કર્યા બાદ હેવી વાહનો માટે જોખમકારક હોય તેવું દર્શાવ્યું હતું. જેથી આ બ્રિજને રાજકોટ કલેક્ટરના જાહેરનામા મુજબ ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે. જેથી ભારે વાહનોએ વૈકલ્પિક રસ્તેથી પસાર થવાનું રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઉપલેટા શહેરમાં નાગનાથ ચોકથી પૂર્વ દિશા તરફ ધોરાજી શહેર તરફ જતા રસ્તા ઉપર મોજ નદી ઉપર આવેલો બ્રિજ ભારે વાહનોનાં આવન-જાવન પરનાં પ્રતિબંધના કારણે વૈકલ્પિક રસ્તા પરથી બ્રિજનું સમારકામ/સ્ટ્રેન્થનિંગ કામ પૂર્ણ થયા બાદ લાઈટ મોટર વ્હિકલ પ્રકારનાં વાહનો આવન-જાવન કરી શકશે. જેથી આ બ્રિજ/રસ્તા ઉપર જરૂરી દિશાસુચક સાઈન બોર્ડ લગાવવામાં આવશે. હવેથી આ બ્રિજ ઉપર ભારે માલસામાન ભરેલી ટ્રક, ટ્રેઇલર્સ, ટેન્કર જેવા ભારે વાહનોને અન્ય રસ્તા પર ડ્રાયવઝન અપાશે. તેમજ બ્રિજના સમારકામ/સ્ટ્રેન્થનિંગ કર્યા બાદ પણ માત્ર કાર, એમ્બ્યુલન્સ, મીની બસો વગેરે જેવા ઓછા વજનના વાહનો માટે જ ખુલ્લો રાખી શકાશે. આથી સ્થાનિક સ્તરેથી ભારે વાહનોને અન્ય રસ્તા પર ડાઇવર્ટ કરવા સુચના અપાઇ છે.