1. Home
  2. Tag "Upleta"

ઉપલેટામાં મોજ નદી પરના 100 વર્ષ જુના બ્રિજ પર હવે ભારે વાહનો માટે પ્રવેશબંધી

રાજકોટઃ  જિલ્લાના ઉપલેટા શહેરની મોજ નદી પર અંદાજિત 100 વર્ષ પહેલા એટલે કે અંગ્રેજોના સમયમાં પુલનું નિર્માણ કરાયું હતું અને આજે પણ પુલ અડિખમરીતે ઊભો છે. પરંતુ સદી વટાવી ગયેલા વર્ષો જુના આ પુલનો સ્ટ્રક્ચર અને સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યા બાદ રાજકોટ જિલ્લા કલેક્ટરે આ પુલ પરથી ભારે વાહનોને પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે. સૂત્રોના જણાવ્યા […]

ધોરાજી અને ઉપલેટામાં બ્રોડગેજ લાઈન હોવા છતાં ટ્રેનની સુવિધા અપુરતી

રાજકોટઃ સૌરાષ્ટ્રને રેલવે દ્વારા અન્યાય કરવામાં આવતો હોવાની લોક ફરિયાદો ઊઠી છે. જેમાં ધોરાજી, ઉપલેટા ખાતેથી બ્રોડગેજ લાઈન પસાર થાય છે. ઉપલેટા અને ધોરાજી તાલુકાના નાગરિકોને વ્યાપાર સંબંધમાં આંતર રાજય વ્યાપાર અને ધોરાજી ઉપલેટા તાલુકાના વિદ્યાર્થીઓ નજીકના જિલ્લાઓ તેમજ બીજા રાજયમાં અભ્યાસ કરતા હોય તેમની મુશ્કેલીના નિવારણ માટે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ જનરલ મેનેજર […]

ધોરાજી અને ઉપલેટાને રેલવે દ્વારા કરાતો અન્યાય, માત્ર એક જ વીકલી ટ્રેનથી પ્રવાસીઓને પડતી અગવડ

રાજકોટઃ પશ્વિમ રેલવે દ્વારા સૌરાષ્ટ્રને પ્રવાસીઓની માગ મુજબ પુરતી ટ્રેનો ફાળવવામાં આવતી નથી. જેમાં ધોરાજી અને ઉપલેટા વિસ્તારના  મુસાફરોને પૂરતી ટ્રેન સુવિધાઓ મળી રહે તે માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં  આજ દિવસ સુધી લોકોની રજુઆતોને ન્યાય મળ્યો નથી. ધોરાજી અને ઉપલેટાના લાંબા અંતરની ટ્રેનોનો પુરતો લાભ મળતો નથી.  એટલું જ નહીં ધોરાજી-ઉપલેટાથી રોજિંદા […]

ઉપલેટા નજીક એસટી બસ રિવર્સમાં લેતા પુલની દીવાલ તોડીને નાળામાં ખાબકતા રહી ગઈ

રાજકોટઃ ઉપલેટા નજીક આજે એસટી બસનો અકસ્માત સર્જાતા સદનસિબે રહી ગયો હતો. ઉપલેટા-ગઢાળા રૂટની એસટી બસ ગઢાળા ગામથી વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો ભરીને ઉપલેટા આવી રહી હતી. ત્યારે જરા રોડ પર નાળા પરના પુલ પર સામેથી વાહન આવતાં બસના ડ્રાઈવરે બસ રિવર્સ લીધી હતી, પરંતુ પાછળ પુલની દીવાલ તોડી બસ નાળામાં ખાબકતા રહી ગઈ હતી. […]

ઉપલેટા નગરપાલિકા દ્વારા મ્યુનિ. કોલેજના ગ્રાઉન્ડમાં જીમ – સ્વિમિંગ પુલનું ખાતમહુર્ત કરાયું

ઉપલેટા નગરપાલિકા દ્વારા વધુ એક વિકાસ લક્ષી કાર્ય કોલેજના ગ્રાઉન્ડમાં જીમ – સ્વિમિંગ પુલ કાર્યરત થશે ઓલમ્પિક લેવલના જીમ – સ્વિમિંગ પુલ બનાવાશે રાજકોટ: ઉપલેટા નગરપાલિકા દ્વારા વધુ એક વિકાસ લક્ષી કાર્ય કરવામાં આવ્યું છે.શહેરની મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં 1.25 કરોડના ખર્ચે જીમ તેમજ 2.25 કરોડના ખર્ચે સ્વિમિંગ પુલનું ખાતમહુર્ત કરવામાં આવ્યુ હતું. […]

ઉપલેટામાં રેશનિગના ઘઉં-ચોખાના 2939 કટ્ટા પકડાયા, વેપારી લોટ બનાવીને વેચતો હતો

રાજકોટઃ રાજ્યમાં રેશનિંગનું અનાજ લાભાર્થીઓને આપવાને બદલે કાળા બજારમાં પગ કરી જતું હોય છે. દરેક પુરવઠા મામલતદારોને રેશનિંગના અનાજનું યોગ્ય રીતે વિતરણ થાય છે કેમ તે અંગે ખાસ ધ્યાન રાખવાની સુચના આપવામાં આવી છે. દરમિયાન રાજકોટ  જિલ્લાના ઉપલેટામાંથી સસ્તા અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઉપલેટાના વીજળી રોડ રઘુવીર બંગલો પાસે ગોડાઉનમા તથા પંચહાટડી ચોકમા […]

ઉપલેટાના મોટી પાનેલી-સીદસર રોડ પર કાર અકસ્માતમાં ત્રણના મોત, 10ને ઇજા

રાજકોટઃ રાજ્યમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. રાજકોટના ઉપલેટા તાલુકાના મોટી પનેલી સીદસર રોડ પર કાર અને વાન વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. અને 10 વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે ઉપલેટાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. 108 એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની તજવીજ […]

ઉપલેટામાં ખનીજ માફિયાઓનો ત્રાસ, રેડ કરી તો અધિકારીઓ પર કર્યો હુમલો

ઉપલેટામાંમાં ખનીજ માફિયા બન્યા બેફામ રેડ દરમિયાન ખનિજ કર્મીઓ પર હુમલો 11 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો રાજકોટ: ઉપલેટામાં ખનીજ માફિયા બેફામ બન્યા છે. ઉપલેટામાં ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનિજ અંગે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન ખનિજ કર્મીઓ પર હુમલો થયો હોવાનું સામે આવ્યું હતું. આ રેડ રાજકોટ ખાણ ખનીજ વિભાગ દ્વારા નાગવદર ખાતે […]

જામજોધપુરથી ઉપલેટા બસમાં અપડાઉન કરતા 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા

જામનગરઃ  ગુજરાતમાં કોરોનાની લહેરમાં આ વખતે વિદ્યાર્થીઓ વધુ સંક્રમિત થઈ રહ્યા છે. જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા એકીસાથે 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બની જતાં શિક્ષણ જગતમાં ભારે હડકંપ મચી ગયો હતો . તમામ વિદ્યાર્થીઓને હોમ આઇશોલેશન કરાયા છે. સાથોસાથ તેમના પરિવારજનોના પણ સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. શાળાને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઇ છે. જામજોધપુરથી ઉપલેટા […]

ઉપલેટા માર્કેટ યાર્ડમાં જગ્યા ન હોવાથી ખેતપેદાશો સપ્તાહ સુધી વેચવા ન લાવવા ખેડુતોને અપીલ

રાજકોટઃ જિલ્લાના ઉપલેટામાં આવેલા ગાંધી માર્કેટ યાર્ડમાં કપાસ, મગફળી સહિતના પાકની આવક બંધ કરાઈ છે. માવઠાની આગાહીને પગલે યાર્ડમાં જણસની આવક બંધ કરાઈ છે. ઉપલેટા માર્કેટ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં કપાસ અને મગફળીની આવક થઈ રહી હતી. પણ હવે જણસ રાખવાની જગ્યા ન હોવાના કારણે નવી આવક બંધ કરવામાં આવી છે. ધોરાજીના ગાંધી માર્કેટ યાર્ડના સૂત્રોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code