Site icon Revoi.in

 આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે કેન્દ્ર સરકાર 30 ડિસેમ્બરના રોજ કરશે બેઠક

Social Share

દિલ્હીઃ- છેલ્લા મહિનાથી  નવા કૃષિ કાયદા રિવુદ્ધ ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે હવે ખેડૂતો દિલ્હીની સીમાઓ પરથી હટવાનું નામ લઈ રહ્યા નથી, 40 કિસાન સંગઠનોને અનેક પ્રાસંગિક મુદ્દા પર આગલા રાઉન્ડની વાતચીત માટે 30 ડિસેમ્બરે બોલાવ્યા છે જે હેતુસર આવતી કાલે આ બેઠક યોજાશે.

સોમવારે ઉઠાવેલા આ પગલાનો ઉદ્દેશ્ય નવા કાયદાઓ પર ચાલી રહેલા ગતિરોધનું એક તાર્કિક સમાધાન કાઢવાનું છે. આ પહેલા ખેડૂત સંગઠનોએ ગત અઠવાડિયે એક પ્રસ્તાવ રજુ કર્યો હતો. જે પછી સરકારે તેમને આમંત્રિત કર્યા હતા.

કૃષિ સચિવ સંજય અગ્રવાલે ખેડૂત સંગઠનોને લખેલા એક પત્ર દ્વારા તેમને નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 30 ડિસેમ્બરે બપોરે વાતચીત માટે બેઠક કરવા બોલાવ્યા છે. કેન્દ્ર અને 40 પ્રદર્શનકારી કિસાન સંગઠનો વચ્ચે અત્યાર સુધી પાંચ રાઉન્ડની વાતચીત થઈ છે. જો કે અત્યાર સુધી કોઈ ઉપાય જોવા ણળ્યો નથી.ખેડૂતો હજુ પણ અસંતુષ્ટ છે.

ત્યારે હવે આવતીકાલે કેન્દ્ર સાથે ખેડૂતોની વાત થનાર છે ત્યારે ખેડૂતો સારા પરિણામોની આશા સેવી રહ્યા છે.આ સમગ્ર બાબતે સંજય અગ્રવાલે કહ્યું કે સરકાર એક સ્પષ્ટ ઇરાદા અને ખુલ્લા મનથી બધા પ્રાસંગિક મુદ્દાનું તાર્કિક સમાધાન કરવા માટે પ્રતિબદ્ધ છે.

જો કે ખેડૂતો તેમની વાતથી પાછા ખસી રહ્યા નથી, તેઓની માગ નવા કાયદાઓને પરત લેવાની છે ત્યારે હવે જોવું રહ્યું કે ાવતી કાલે કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે સમાધાન થશે કે ખેડૂતોની વાત નકારવામાંમ આવતા ખેડૂતોનું આંદોલન યથાવત રહેશે.

સાહિન-