Site icon Revoi.in

ઋતં એપ હવે નવા સ્વરૂપમાં એન્ડ્રોઈડ અને iosમાં ઉપલબ્ધ થશે

Social Share

અમદાવાદઃ જાણીતી ઋતં એપ ઉપર હવે સંપૂર્ણ જ્ઞાન અને વિજ્ઞાનની સાથે વાચકોને રસપ્રદ જાણકારીઓ ઉપલબ્ધ થશે. 11 ભાષામાં ઉપલબ્ધ આ એપ સમગ્ર દેશના વાચકોને દેશની જાણકારીની સાથે આપણાં ઇતિહાસની સાચી ચર્ચા, આધ્યાત્મ, સ્વાસ્થ્ય, મનોરંજન, રસોઈ, સાહિત્ય, વેપાર અને સંસ્કાર દરેક પ્રકારની જાણકારી ઉપલબ્ધ થશે.

ઋતં એપ વૈશ્વિક પરિવર્તનની સાથે યુગ નિર્માણની પ્રક્રિયામાં લાગેલી છે. તમામ સદાચારી લોકો, સ્નેહીજનો અને જાણકારોની સલાહ અને પ્રતિક્રિયાના આધારે તેમાં મોટા પરિવર્તન કરવામાં આવી રહ્યાં છે. 20 ઓગષ્ટ 2021થી ઋતં એપ નવા રૂપમાં એન્ડ્રોઇડ અને iosમાં ઉપલબ્ધ થશે. ઋતંનું નવું રૂપ વપરાશકારોની આવશ્યકતા અને સરળતાને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવ્યું છે. નવા રૂપમાં સમાચારની સાથે સંપૂર્ણ જ્ઞાન, વિજ્ઞાન, સૂચના અને રસપ્રદ જાણકારીઓ મળશે. સાધન હશે. તેને દરેક વર્ગ, ઉંમર, મહિલા અને પુરુષના દ્રષ્ટિકોણના આધારે વિકસાવવામાં આવ્યું છે. દેશના 400 પોર્ટલ, 380 યુટ્યુબ ચેનલ અને 1200 લેખકની સામગ્રીનું પ્રસારણ ઋતંના માધ્યમથી થશે.

આ એપ્લિકેશનનું તમે તમારી સુવિધા, રુચિ અને જરૂરિયાત મુજબ સંયોજન કરી શકો છો. તેમાં તમને નવી વૈશ્વિક વ્યવસ્થામાં શક્તિશાળી બનતાં ભારતની વાર્તા, ગરીબીમાંથી બહાર આવીને સમૃદ્ધ થતાં આપણા દેશની જાણકારી સાથે, આપણાં ઇતિહાસની સાચી ચર્ચા, આધ્યાત્મ, સ્વાસ્થ્ય, મનોરંજન, રસોઈ, સાહિત્ય, વેપાર અને સંસ્કાર દરેક પ્રકારની સાચી જાણકારી ઉપલબ્ધ થશે.