Site icon Revoi.in

ગગનયાન મિશન પર બિરયાની, ખિચડી અને અથાણું સાથે લઈ જશે અવકાશયાત્રી

Social Share

અંતરિક્ષની યાત્રા માટે આવતા વર્ષે રવાના થનાર ગગનયાન સ્પેશફલાઇટમાં અંતરિક્ષ યાત્રીઓની એક ટીમ તેમની સાથે બિરયાની, ખિચડી અને અથાણું લઈ જશે. ખરેખર આ ખોરાક બે વર્ષના પ્રયોગ બાદ લશ્કરી લેબમાં બનાવવામાં આવ્યો છે. ખોરાકમાં વપરાતા ઘટકો માટે બે વર્ષ તેનો ઉપયોગ કર્યા પછી કેટલીક વિશેષ ચીજોને અવકાશમાં લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે.

એક રીપોર્ટ મુજબ ડિફેન્સ ફૂડ રિસર્ચ લેબોરેટરીના વરિષ્ઠ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, અવકાશયાત્રીઓ માટે બનાવવામાં આવતા ખોરાકમાં વિશેષ આહારની કાળજી લેવામાં આવી છે. શૂન્ય ગુરુત્વાકર્ષણ માટે નીચા ફ્રેગમેન્ટેશનની પણ કાળજી લેવામાં આવી છે. યાત્રી અંતરિક્ષમાં ત્રણ વખત જમશે. દરેક ડાયટમાં આશરે 2,500 કેલરી ઉર્જા સામેલ હશે. અન્ય એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, અવકાશયાત્રીઓ માટે ખોરાક સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકન અવકાશયાત્રીઓ અંતરિક્ષમાં તેના સ્વાદ મુજબ ખોરાક લઇ જાય છે. રશિયન અવકાશયાત્રીઓ તેમની રુચિ પ્રમાણે ખોરાક લઇ જાય છે. તો ભારતીય અવકાશયાત્રીઓની પસંદગી પ્રમાણે ડીનર જેવું મેનુ તૈયાર કરાયું છે.


રશિયામાં તાલીમ લઇ રહેલા ભારતીય અવકાશયાત્રીઓની માટે ખાવાના મેન્યુમાં ઘણા વિકલ્પો હશે. અવકાશની આ યાત્રા સાત દિવસની હશે. બિરયાની,શાહી પનીર,દાળ-ભાત,આલૂ પરાઠા,ખાસ તૈયાર કરેલી ચપાતી,ખીચડી વગેરે જેવી સ્વાદીષ્ટ ડીસ હાજર રહેશે.

મેનુમાં હાજર કેરીનું અથાણું મૈસૂરની ડિફેન્સ ફૂડ રિસર્ચ લેબમાં બનાવવામાં આવ્યું હતું. DFRL સ્પેસ રીસર્ચ એન્ડ લોજિસ્ટિક્સ વિંગે તેના ઉત્પાદનનોને ગયા અઠવાડિયે યાલાહંકામાં એરો-ઇન્ડિયા 2021 ઉત્સવમાં રજૂ કર્યા હતા. તેમાં મૂંગ દાળ-ભાત, સુજીનો હલવો અને અનેક સ્વાદવાળી એનર્જી બાર રજૂ કરવામાં આવ્યા હતા.

-દેવાંશી