Site icon Revoi.in

બરોડા ક્રિકેટ એસો.એ રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં ફાસ્ટ બોલરની શોધ શરૂ કરી

Social Share

અમદાવાદઃ દેશમાં છેલ્લા વર્ષોમાં ક્રિકેટનો ક્રેઝ લોકોમાં વધ્યો છે, ગ્રામીણ વિસ્તારમાંથી પણ અનેક ખેલાડીઓ આગળ આવી રહ્યાં છે. દરમિયાન બરોડા ક્રિકેટ એસોસિએશને કોડીનારના ગ્રામીણ વિસ્તારોમાં ફાસ્ટ બોલર શોધી રહ્યું છે. પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલે કોડીનારમાં ધામા નાખીને ફાસ્ટ બોલરની શોધ શરૂ કરી છે.

ગીર સોમનાથના કોડીનાર ખાતે ફાસ્ટ બોલરની શોધ માટે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર મુનાફ પટેલ આવ્યા હતા. કોડીનારના કડવાસણ ગામ પાસે આવેલી કોડીનાર ક્રિકેટ એકેડેમી ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ફાસ્ટ બોલરની શોધ માટે ટેસ્ટ યોજાઈ હતી. ક્રિકેટર મુનાફ પટેલનું કહેવું છે કે, “ગ્રામ્ય વિસ્તારમાં સાચું હિર રહેલું છે. હું પણ ગ્રામ્ય વિસ્તારમાંથી ક્રિકેટ રમી ભારતીય ટીમ સુધી પહોંચ્યો અને દેશ માટે ક્રિકેટ રમ્યો.’ કોડીનાર વિસ્તારમાંથી 100થી વધુ યુવા ક્રિકેટરો ફાસ્ટ બોલિંગ કરી ક્રિકેટ ક્ષેત્રે આગવું સ્થાન મેળવવા માટે આવ્યા હતા.