Site icon Revoi.in

સ્વામી વિવેકાનંદની 159મી જન્મજયંતિ સાથે 25મા યુવા મહોત્સવનો આરંભ- પીએમ મોદીએ કર્યું આ ખાસ ટ્વિટ

Social Share

દિલ્હીઃ- આજે 12 જાન્યુઆરી એટલે દેશના યુવાનો માટે પ્રેરણારુપ અને દેશને સારા વિચારો આપી જનારા સ્વામી વિવેકાનંદની 159મી જન્મજયંતિ,આજ રોજ 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે દરવર્ષે મનાવવામાં આવે છે. આ દિવસ દેશના એવા યુવાનોને સમર્પિત એક ખાસ દિવસ છે જેઓ ભારત માટે એક સ્વસ્થ અને વધુ સારા ભવિષ્યને આકાર આપવાની ક્ષમતા ધરાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 મા યુથ ફેસ્ટિવલ વિડીયો કોન્ફરન્સિંગ દ્રારા ઉદ્ધાટન કરશે.આ સમગ્ર  આયોજન પુડ્ડુચેરી ખાતે થઈ રહ્યું છે.  આ પ્રસંગે,પીએમ મોદીએ ખાસ ટ્વિટ કરીને દેશના યુવાનો પાસેથી સ્વામી વિવેકાનંદના સપનાને સાપાર કરવાનું આહ્વાન કર્યું છે

આજના આ દિવસેના અવસરે પાંચ દિવસના ઉત્સવ માટે દેશના યુવાનો પાસે સુઝાવ માંગવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી પોતાના વક્તવ્યમાં કેટલાક સૂચનોનો સમાવેશ કરી શકે છે.આ સાથે જ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, “હું મહાન સ્વામી વિવેકાનંદને તેમની જન્મ જયંતી પર શ્રદ્ધાંજલિ આપું છું. તેમનું જીવન રાષ્ટ્રીય ઉન્નતિને સમર્પિત હતું. તેમણે ઘણા યુવાનોને રાષ્ટ્રની દિશામાં કામ કરવા પ્રેરણા આપી. ચાલો આપણે દેશ માટે તેમના સપનાને પરિપૂર્ણ કરવા માટે એકસાથે મળીને કામ કરીએ.

યુવા સહભાગીઓ પુડ્ડુચેરી યંગ ફેસ્ટિવલમાં ભારતના દરેક જિલ્લાના પ્રતિનિધિત્વ કરે છે, નેશનલ યુથ ફેસ્ટિવલનો ઉદ્દેશ યુવાનોને રાષ્ટ્ર-નિર્માણ તરફ પ્રેરણા આપવાનો,પ્રજ્વલિત કરવા, એકીકૃત કરવા અને સક્રિય કરવાનો છે.

સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં થયો હતો. સ્વામી વિવેકાનંદનું  સાચુ અને આખું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેઓ વેદાંતના જાણીતા અને પ્રભાવશાળી આધ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા બન્યા હતા. નાનપણથી જ તેમને આધ્યાત્મમાં રસ પડ્યો.

અભ્યાસમાં સારા હોવા છતાં, જ્યારે તેઓ 25 વર્ષના થયા, ત્યારે નરેન્દ્રનાથ, તેમના ગુરુથી પ્રભાવિત થઈને, સાંસારિક આસક્તિનો ત્યાગ કરીને સંન્યાસી બન્યા. નિવૃત્ત થયા બાદ તેમનું નામ બદલીને વિવેકાનંદ રાખવામાં આવ્યું. વર્ષ 1881માં, વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસને મળ્યા. જે પછી તેણે દુનિયાભરના લોકોને ફિલોસોફર અને વિચારક તરીકે પ્રેરિત કરવાનું શરૂ કર્યું.

Exit mobile version