Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરની શરુઆત – 74 હજાર દર્દીઓમાં કોરોનાના એક પણ લક્ષણ નહી

Social Share

મુંબઈ – કોરોનાના મામાલે સમગ્ર વિશ્વભરમાં ભારત ત્રીજા સ્થાને જોવા મળ્યું  છે. મહારાષ્ટ્રમાં, કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. સમગ્ર રાજ્યમાં કોરોનાએ જાણે કબજોકરી લીધો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસો અંગે બીએમએસી કમિશનર ઇકબાલ સિંહ ચહલે જણઆવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર શરૂ થઈ ચૂકી છે તે વાત તદ્દન  સાચી છ,

તેમણે આ બાબતે કહ્યું હતું કે, માત્ર 49 દિવસમાં મુંબઈમાં 94 હજાર કોરોના દર્દીઓ મળી આવ્યા છે. મુંબઈની 9 હજાર 900 હોસ્પિટલોમાં બેડ ફૂલ જોવા મળી રહ્યા છે ભરાયા છે, જ્યારે આ અઠવાડિયમાં 4 હજાર નવા બેડ્સની સુવિધા વધુ આપવામાં આવશે.

કોરોનાના વધતા કહેરને લઈને બીએમસી કમિશનરે કહ્યું કે, મુંબઈમાં કોરોનાથી થયેલા મૃત્યુની સંખ્યા નિયંત્રણમાં છે તેવા શહેરોમાં ઓછામાં ઓછી સખ્તી લાગૂ કરવામાં આવી છે

તેમણે વધુમાં કહ્યું કે, માસ્ક નહીં પહેરનારા અને કોરોના નિયમનું પાલન ન કરતા લોકોને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. કમિશનરે કહ્યું કે સરકાર હમણાં મુંબઈમાં લોકડાઉન લાગુ કરવા અંગે વિચારણા કરી રહી નથી.

સાહિન-