Site icon Revoi.in

રાજસ્થાનના ઈતિહાસમાં આવકવેરા સૌથી મોટા દરોડાઃ બે હજાર કરોડની બેનામી મિલકતનો પર્દાફાશ ?

Social Share

જયપુરઃ રાજસ્થાનનના જયપુરમાં આવકવેરા વિભાગે બુલિયન વેપારી અને બે રિયલ એસ્ટેટ ડેવલપરને ત્યાં સાગમટે દરોડા પાડ્યાં હતા. દરડો દરમિયાન એક ભોંયરુ મળી આવ્યું હતું. જેમાંથી લગભગ 700 કરોડથી વધુની મિલકતના દસ્તાવેજ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં આઈટીના દરોડામાં બે હજાર કરોડથી વધુ કાળાનાણાનો પર્દાફાશ થયો હોવાનું જાણવા મળે છે. જો કે, આ અંગે આવકવેરા વિભાગ દ્વારા સત્તાવાર કોઈ જાણકારી આપવામાં આવી નથી. જો કે, આઈટીના દરોડોના અંતે કરોડોની બેનામી સંપતિનો પર્દાફાશ થવાની શકયતા છે. આઈટીના આ દરોડા રાજસ્થાનના ઈતિહાસમાં સૌથી મોટા હોવાનું મનાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આવકવેરા વિભાગના 200 જેટલા અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે જયપુરમાં બુલિયન વેપારી, બે રિયલ એસ્ટેટ ડેવલેપરને ત્યા દરોડા પાડ્યાં હતા. પાંચ દિવસ ચાલેલી તપાસમાં મોટી સંખ્યામાં વાંધાનજક દસ્તાવે મળી આવ્યાં હતા. તપાસમાં એક જૂથના ત્યાં ભોંયરુ મળી આવ્યું હતું. જેમાંથી ઘણી કિંમતી વસ્તુઓ મળી આવી હતી. જેની આકરણી કરવામાં આવી રહી છે. ભોંપરામાંથી 700 કરોડથી વધુની સંપત્તિ મળી આવી હોવાનું જાણવા મળે છે. ભોયરામાં મૂર્તિઓ, કાર્પેટ અને કીંમતી સ્ટોન અને બહુમૂલ્યવા પદાર્થો મળી આવ્યાં હતા.

તપાસ દરમિયાન 1700થી 1750 કરોડ રુપિયાની બે નંબરની કમાણીનો ખુલાસો થયો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત આ જૂથોની ઓફિસમાંથી અંદાજે 200 કરોડની લેણ-દેણના કાગળો મળી આવ્યાં હતા. આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવતી તપાસમાં કરોડોની બેનામી સંપત્તિનો પર્દાફાશ થવાની શકયતા છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ ભોંયરામાંથી કિંમતી વસ્તુ મળી આવવા બાબતે તપાસ શરૂ કરી છે. રાજસ્થાનમાં જાણીતા જૂથ ઉપર મોટા યાપે આવકવેરા વિભાગે દરોડા પાડીને તપાસ કરતા અન્ય ઉદ્યોગપતિઓ અને વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.