Site icon Revoi.in

ભારતીય જનતા પાર્ટીએ એ સાસંદો માટે જારી કર્યું વ્હીપ -વિશેષ સત્રમાં હાજર રહેવાના આપ્યા નિર્દેશ

Social Share

દિલ્હી- કેન્દ્ર દ્રારા બોલવાવામાં આવેલું ખાસ સત્રને લઈને અનેક ચર્ચાઓ છે ત્યારે  18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના વિશેષ સત્રને લઈને ભાજપે તેના તમામ લોકસભા અને રાજ્યસભા સાંસદોને વ્હિપ જારી કરીને વિશેષ સત્ર દરમિયાન ગૃહમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર સંસદના આ વિશેષ સત્રમાં 5 બેઠકો થશે. 

ભાજપે લોકસભા અને રાજ્યસભાના તેના તમામ સાંસદોને અલગ-અલગ ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાંચ દિવસ ગૃહની કાર્યવાહી દરમિયાન 18 થી 22 સપ્ટેમ્બર સુધીના દિવસો, બધા સાંસદોએ ફરજિયાતપણે આખો દિવસ ગૃહમાં હાજર રહેવું જોઈએ અને સરકારના વલણને સમર્થન આપવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે  સંસદના વિશેષ સત્રના એજન્ડાને લઈને વિરોધ પક્ષો દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નો વચ્ચે સરકારે બુધવારે વિશેષ સત્રના એજન્ડાને મંજૂરી આપી દીધી છે. સંસદના આગામી વિશેષ સત્ર દરમિયાન, આઝાદીના 75 વર્ષની સિદ્ધિઓ – બંધારણ સભાથી આજ સુધીની – ચર્ચા કરવામાં આવનાર છે.

આ સાથે સરકાર દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 75 વર્ષની સફર પર ચર્ચાની સાથે ચાર મહત્વપૂર્ણ બિલો પણ વિશેષ સત્રના એજન્ડામાં સામેલ છે. જો કે, અમે તમને જણાવી દઈએ કે, સામાન્ય રીતે આ એક કામચલાઉ એજન્ડા હોય છે અને સરકાર તેમાં નવો એજન્ડા ઉમેરી શકે છે અથવા સત્ર દરમિયાન પણ તેમાંથી કોઈપણને દૂર કરી શકે છે.