Site icon Revoi.in

રાજ્યમાં પાલિકા અને પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીમાં ભાજપે 11 બેઠકો બિનહરિફ મેળવી

Social Share

અમદાવાદઃ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકોની ચૂંટણી પહેલા ભાજપની જીત થઇ છે. પાંચ નગરપાલિકાની નવ બેઠકો અને બે તાલુકા પંચાયતની બેઠક ઉપર સામાન્ય ચૂંટણી અને પેટાચૂંટણીમાં ભાજપના ઉમેવારો બિનહરીફ જાહેર થયા છે. પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયત થઈને ભાજપના કુલ 11 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના સૌથી વધુ 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જેમાં વોર્ડ-3 ના ચારેય ઉમેદવારો બિનહરીફ થયા છે. જેમાં ચેતનાબેન અનિલકુમાર સોની, લાખુબેન અમરતભાઈ દેસાઈ, પૃથ્વીરાજસિંહ ચંદ્રસિંહ વાઘેલા અને ભુપતાજી નાથાજી ગોહિલ બિનહરીફ જાહેર થયા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પહેલા ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. અ બન્ને મહિલા ઉમદવારો છે. જેમાં વોર્ડ-8 માં નિશાબેન રવીન્દ્રભાઈ પરમાર અને અંજલીબેન માણેક બિનહરીફ જાહેર થયા છે. તેમજ સુરત જિલ્લાની તરસાડી નગરપાલિકાની પેટાચૂંટણી પહેલા ભાજપના એક ઉમેદવાર બિનહરીફ થયા છે. તરસાડી નગરપાલિકાના વોર્ડ-3 ના ભાજપના ઉમેદવાર રઝીયાબીબી સલીમખાન પઠાણ બિનહરીફ જાહેર થયા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,ખેડા જિલ્લાની મહેમદાવાદ નગરપાલિકાની પેટાચૂંટણી પહેલા ભાજપના એક ઉમેદવાર બિનહરીફ થયા છે. મહેમદાવાદ નગરપાલિકાના વોર્ડ-6 ના ભાજપના ઉમેદવાર રીટાબેન દિનેશભાઈ વાઘેલા બિનહરીફ જાહેર થયા છે. જ્યારે પાટણ જિલ્લાની ચાણસ્મા નગરપાલિકાની પેટાચૂંટણી પહેલા ભાજપના એક ઉમેદવાર બિનહરીફ થયા છે. ચાણસ્મા નગરપાલિકાના વોર્ડ-5 ના ભાજપના ઉમેદવાર વિક્રમભાઈ ચીમનભાઈ પટેલ બિનહરીફ જાહેર થયા છે. તથા તાપી જિલ્લાની નિઝર તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં 12-શાલે-1 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. નિઝર તાલુકા પંચાયતની 12-શાલે-1 બેઠક પર ભાજપના ઉમેદવાર દમયંતીબેન વીરેન્દ્રભાઈ પાઠક બિનહરીફ જાહેર થયા છે. તેમજ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકા પંચાયતની 4-ઢેબર બેઠક પર ભાજપના ઉમેદવાર જયરામભાઇ દેવકુભાઈ વીકમા બિનહરીફ જાહેર થયા છે.