Site icon Revoi.in

સીડીએસ બિપિન રાવત સહીતના લોકોનો પાર્થિવ દેહ આજે દિલ્હી લવાશેઃરક્ષામંત્રી ઘટના પર આજે સંસદમાં નિવેદન આપશે

Social Share

દિલ્હીઃ- બુધવારના રોજ સેનાનું હેલિકોપિટર ક્રેશ થવાની ઘટનાને લઈને સમગ્ર દેશમાં શોકનું મોજૂ ફળી વળ્યું છે ત્યારે આજ રોજ ગુરુવારે રક્ષા મંત્રી રાજનાથ 11.15 વાગ્યે લોકસભામાં અને 12.15 વાગ્યે રાજ્યસભામાં પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના પર નિવેદન આપશે.

આ સાથે જ આ ઘટનાને લઈને પેન્ટાગોનના પ્રેસ સચિવ જોન કિર્બીએ CDS જનરલ બિપિન રાવત અને અન્ય સૈન્ય કર્મચારીઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો. આ સાથે જ જનરલ રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 મૃતકોના મૃતદેહ આજે ગુરુવારે તમિલનાડુથી દિલ્હી લાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે  આ ઘટના બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાનો જન્મદિવસ ન ઉજવવાનો નિર્ણય લીધો છે. બુધવારે, તેમણે પાર્ટી કાર્યકર્તાઓને ગુરુવારે તેમના જન્મદિવસ પર કોઈપણ પ્રકારનું આયોજન ન કરવાની અપીલ કરી હતી.

તામિલનાડુમાં થયેલા અકસ્માતમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને અન્ય સેનાના જવાનોના મૃત્યુ પર ઉત્તરપૂર્વના આઠ રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓએ પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે જનરલ રાવતના યોગદાનને યાદ કર્યું હતું.

ઘટનાને લઈને શોક વ્યક્ત કરનારાઓમાં આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમા, આસામ અને નાગાલેન્ડના રાજ્યપાલ જગદીશ મુખી, નાગાલેન્ડના મુખ્ય મંત્રી નેફિયુ રિયો, ત્રિપુરાના મુખ્ય મંત્રી બિપ્લબ દેબ, ત્રિપુરાના રાજ્યપાલ, એસએન આર્ય, અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ નિવૃત્ત બ્રિગેડિયર ડૉ. બી.ડી. મિશ્રા, અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ ડૉ. મુખ્ય મંતેરી સહીતના અનેક રાજ્યોના મંત્રીઓએ એ ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યું છે.