Site icon Revoi.in

ગુજરાતનું બજેટ સર્વ સમાવેશી, સર્વ ગ્રાહ્ય અને સર્વ પોષકઃ ભૂપેન્દ્ર પટેલ

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના વિકાસમાં ગ્રોથ એન્જિન બનનારુ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતનું બજેટ 5 સ્થંભ ઉપર તૈયાર કરવામાં આવ્યુ છે. તેમજ આગામી વર્ષનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. આંતરારાષ્ટ્રીય મિલેટ્સ વર્ષને ધ્યાનમાં રાખતા શ્રી અન્ન યોજના પણ શરૂ કરવામાં આવી છે. આગામી વર્ષોમાં ફાઇબર નેટવર્ક વિસ્તારવાનો ધ્યેય આ બજેટમાં રાખવામાં આવ્યો છે. તેમજ ગુજરાતની રિન્યૂએબલ ઉર્જાનો વપરાશ વધારવા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આદિજાતિ વિકાસથી માંડીને વિજ્ઞાન અને ટેકનોલોજી સહિત યાત્રાધામોના વિકાસ સાથે પ્રવાસન ઉપર પણ આ બજેટમાં ભાર મૂકવામાં આવ્યો છે. દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષી શકાય તે માટે પ્રવાસન ઉપર ભાર મૂક્યો છે. આ બજેટ સર્વ સમાવેશી, સર્વ ગ્રાહ્ય અને સર્વ પોષક છે. આ વખતના બજેટમાં 24 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે 57053 કરોડ રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. તો બીજા નંબરે આરોગ્ય વિભાગને બજેટ ફાળવવામાં આવ્યુ છે.