Site icon Revoi.in

જસદણ માર્કેટ યાર્ડમાં મગફળી કપાસની મબલક આવક, ભાવ સારો ન મળ્યો

Social Share

રાજકોટ :જસદણમાં આ વખતે કપાસ અને મગફળીની જોરદાર આવક જોવા મળી છે. આ વખતે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી અને યોગ્ય સુવિધા મળતા સારા એવા પ્રમાણમાં પાકની આવક થઈ હતી. જાણકારી અનુસાર માર્કેટ યાર્ડમાં 15 થી 16 હજાર મણ કપાસની આવક થઈ છે, અને મગફળીની આવક 10 થી 12 હજાર મણ મગફળીની આવક થઈ છે.

જો વાત કરવામાં આવે ભાવની તો ખેડૂતોને કપાસના 1200થી 1600 રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે, તો બીજી તરફ મગફળીમાં ખેડૂતોને 800 થી 1150 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. ખેડૂતોના ખેતરનો પાક હવે માર્કેટ યાર્ડ પહોંચવા લાગ્યો છે.

વરસાદ ઓસરતાં ખેડૂતો પાક લઈને માર્કેટ યાર્ડ આવી રહ્યા છે. તેમજ ભાવ પણ ઠીક મળતા એક તરફ ખેડૂતો નાખુશ જણાઈ રહ્યા છે. વરસાદના કારણે આવકમાં થોડું ઓછું વધતું જોવા મળવાની સંભાવના છે. પરંતુ માહિતી અનુસાર આગામી સમયમાં કપાસમાં પુષ્કળ આવક થવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે.