1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જસદણ માર્કેટ યાર્ડમાં મગફળી કપાસની મબલક આવક, ભાવ સારો ન મળ્યો
જસદણ માર્કેટ યાર્ડમાં મગફળી કપાસની મબલક આવક, ભાવ સારો ન મળ્યો

જસદણ માર્કેટ યાર્ડમાં મગફળી કપાસની મબલક આવક, ભાવ સારો ન મળ્યો

0
Social Share
  • જસદણ માર્કેટ યાર્ડમાં મગફળીની જોરદાર આવક
  • સાથે કપાસની પણ થઈ આવક
  • વધારે આવક થતા ભાવ ઓછો બોલાયો

રાજકોટ :જસદણમાં આ વખતે કપાસ અને મગફળીની જોરદાર આવક જોવા મળી છે. આ વખતે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી અને યોગ્ય સુવિધા મળતા સારા એવા પ્રમાણમાં પાકની આવક થઈ હતી. જાણકારી અનુસાર માર્કેટ યાર્ડમાં 15 થી 16 હજાર મણ કપાસની આવક થઈ છે, અને મગફળીની આવક 10 થી 12 હજાર મણ મગફળીની આવક થઈ છે.

જો વાત કરવામાં આવે ભાવની તો ખેડૂતોને કપાસના 1200થી 1600 રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે, તો બીજી તરફ મગફળીમાં ખેડૂતોને 800 થી 1150 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. ખેડૂતોના ખેતરનો પાક હવે માર્કેટ યાર્ડ પહોંચવા લાગ્યો છે.

વરસાદ ઓસરતાં ખેડૂતો પાક લઈને માર્કેટ યાર્ડ આવી રહ્યા છે. તેમજ ભાવ પણ ઠીક મળતા એક તરફ ખેડૂતો નાખુશ જણાઈ રહ્યા છે. વરસાદના કારણે આવકમાં થોડું ઓછું વધતું જોવા મળવાની સંભાવના છે. પરંતુ માહિતી અનુસાર આગામી સમયમાં કપાસમાં પુષ્કળ આવક થવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code