Site icon Revoi.in

રાજધાની દિલ્હીમાં સોમવારથી નાઈટ કર્ફ્યૂ સહીત તમામ પ્રતિબંધો હટાવાશે

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો હળવા થતાની સાથે જ અનેક પ્રકારની પાબંધીઓ હટાવી દેવામાં આવી રહી છે ત્યારે હવે રાજધાની દિલ્હી પણ કર્ફ્યૂ મૂક્ત બન્યું છે.

દિલ્હીમાંથી હવે નાઇટ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે, તેની સાથે મુસાફરો હવે બસ અને મેટ્રોમાં ઉભા રહીને મુસાફરી કરી શકવાની છૂટ આપવામાં આવી છે આ સાથે જ દુકાનો ખોલવા અને બંધ કરવાની સમય મર્યાદા પણ સમાપ્ત કરીદેવાશે.

આ સમગ્ર મામલે  ડીડીએમએની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડીડીએમએની બેઠકમાં સોમવારથી દિલ્હીમાં નાઇટ કર્ફ્યુ સહિત તમામ કોરોના પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

દિલ્હીના સીએમ કેજરીવાલે ટ્વિટ કર્યું કે કોરોનાને લઈને સ્થિતિ સુધર્યા બાદ ડીડીએમએ તમામ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે કારણ કે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે 1 એપ્રિલથી શાળાઓ સંપૂર્ણપણે ઓફલાઈન ચાલપ કરવામાં આવશે. માસ્ક ન પહેરવા બદલ દંડ 500 રૂપિયા કરવામાં આવ્યો છે. આ સાથે તેમણે તમામ લોકોને કોવિડના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે