Site icon Revoi.in

કેન્દ્ર એ 9 રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશને લખ્યો પત્ર- કોવિડ ટેસ્ટિંગ વધારવાની સૂચના અપાઈ

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે, સંક્રમણ વઝવાની સાથે સાથે દરેક રાજ્યો પણ સતર્ક બન્યા છે, દૈનિક કેસોમાં નોંધપાત્ર વધારો થતા હવે કેન્દ્રે ચિંતા વ્યક્ત કરી છે, કોરોનાના વધતા કહેરને લઈને ઘણા કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે ત્યારે હવે કેન્દ્ર એ 9 રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશને પત્ર લખ્યો છે, આ પત્રમાં કોરોનાના પરિક્ષણને વધારવાની સલાહ આપવામાં આવી છે.

કેન્દ્ર દ્વારા લખવામાં આવ્યું છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ઓમિક્રોનને વેરિયન્ટ ઓફ કન્સર્નની શ્રેણીમાં રાખ્યો છે. ઘણા દેશોમાં રસીકરણનું ઉચ્ચ સ્તર હોવા છતાં,કોરોનાના કેસોમાં વધારાનો વધારો થયો છે. એટલા માટે કોરોના કેસમાં અત્યંત ગંભીરતાની લેવાની હવે જરૂર છે. કેન્દ્રએ કહ્યું કે તમામ રાજ્યોએ તપાસ ઝડપી કરવી જોઈએ અને વધુને વધુ લોકોની તપાસ કરવી જોઈએ અને સંક્રમિતોને ભીડ વચ્ચે જતા અટકાવવા જોઈએ

દેશભરમાં ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્રએ નવ રાજ્યોને પત્ર લખીને કોરોના તપાસની ધીમી ગતિ પર ચિંતા વ્યક્ત કરી છે. આ પત્ર કેન્દ્ર વતી તમિલનાડુ, પંજાબ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મિઝોરમ, મેઘાલય, જમ્મુ-કાશ્મીર અને બિહારની સરકારોને લખવામાં આવ્યો છે.

કેન્દ્ર તરફથી લખેલા આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ પોતપોતાના રાજ્યોમાં કોવિડ-19 તપાસ વધારવી જોઈએ, જેથી સંક્રમિત વ્યક્તિને ઓળખી શકાય અને તેને હોમ આસોલેટ કે ક્વોરોન્ટાઈન કરી શકાય. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતી આહુજાએ વધતા કેસો અને સકારાત્મકતા દર વચ્ચે કોવિડ-19 પરીક્ષણમાં ઘટાડા તરફ ધ્યાન દોર્યું  હતું અને કહ્યું કે તે ચિંતાનું કારણ છે. તેમણે તેમના પત્રમાં કહ્યું કે પર્યાપ્ત પરીક્ષણની ગેરહાજરીમાં સંક્રમણનું ચોક્કસ સ્તર નક્કી કરવું પણ સરળ નથી,જેથી કોરોનાના પરિક્ષણમાં ઝડપથી વધારો કરવામાં આવે છે.