Site icon Revoi.in

કેન્દ્ર એ સુપ્રીમ કોર્ટને કહ્યું – ‘કોઈ પણ વ્યક્તિને તેની મરજી વિના રસી નહી આપી કાય’

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની વધતી જતા કેસો અને વધતા સંક્રમણ વચ્ચે રસી મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે, કોરોના સામે દેશમાં રસીકરણ પણ ઝડપથી ચાલી રહ્યું છે.આ સ્થિતિ વચ્ચે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે વ્યક્તિની સંમતિ વિના જબરબસ્તી તેને રસી આપી શકાય નહીં.કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલ કોરોના રસીકરણ માર્ગદર્શિકા કોઈ વ્યક્તિની સંમતિ વિના બળજબરીથી રસીકરણની વાત કરવામાં આવી જ નથી.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ આ સોગંદનામામાં એનજીઓ ઇવારા ફાઉન્ડેશનની અરજીના જવાબમાં આ બાબત દાખલ કરી. અરજીમાં ઘરેઘરે જઈને પ્રાથમિકતાના આધારે વિકલાગોનું રસીકરણ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.વિકલાંગ વ્યક્તિઓને રસીકરણ પ્રમાણપત્ર બતાવવામાંથી મુક્તિ આપવાના મુદ્દા પર, કેન્દ્રએ સર્વોચ્ચ અદાલતને કહ્યું કે તેણે કોઈ પ્રમાણભૂત સંચાલન પ્રક્રિયા જારી કરી નથી જે કોઈપણ હેતુ માટે રસીકરણ પ્રમાણપત્ર સાથે રાખવાનું ફરજિયાત બનાવે છે.

આ એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત સરકાર અને સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા દિશા નિર્દેશીત સંબંધિત વ્યક્તિની સહમતિ  વિના બળજબરીથી રસીકરણની કલ્પના કરતા નથી.” કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા દાખલ કરાયેલા સોગંદનામામાં  કહેવામાં આવ્યું છે. “હાલની મહામારીની સ્થિતિને જોતા રસીકરણ જાહેર હિતમાં છે.”

મંત્રાલયે જણાવ્યું હતું કે ” વિવિધ પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા યોગ્ય રીતે સલાહ આપવામાં આવે છે,અને જાહેરાત કરે છે કે તમામ નાગરિકોએ રસી લેવી જોઈએ છે. સિસ્ટમ્સ અને પ્રક્રિયાઓ તેની સુવિધા માટે ડિઝાઇન કરવામાં આવી છે.” જોકે કેન્દ્રએ એમ પણ કહ્યું કે કોઈ પણ વ્યક્તિને તેમની ઇચ્છા વિરુદ્ધ રસીકરણ માટે ફરજ પાડવામાં આવી શકશે નહીં.