Site icon Revoi.in

કેન્દ્ર રોડ સેફ્ટિને લઈને લોકોને જાગૃત કરવા નવા નિયમો લાગૂ કરશે – આ અંતર્ગત ડ્રાઈવિંગ લાયસન્સ લેવાની મથામણ વધશે

Social Share

દિલ્હી – રોજબરોજ વધતા રોડ અકસ્માતને લઈને હવે કેન્દ્રએ ચિંતા વ્યક્ત કરી છે, રોડ સેફ્ટિને વધુ મહત્વ આપવા માટે કેન્દ્ર સરકાર અનેક નવા નિયનો લાગૂ કરવા જઈ રહી છે, હવે સરકાર દ્રારા તમામ માટે ટ્રાફિક રૂલ્સ તોડવા માટે સેફ્ટી સર્ટિફિકેટ કોર્સ કરાવાશે.

રોડ રસ્તાઓ પર અનેક લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને સરકાર ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાની પ્રક્રિયામાં બદલાવ લાવવા જઈ રહી છે, આ નવા નિયમો પ્રમાણે ડ્રાઈવિંગ લાયસન્સને જાહેર કરતા પહેલા એપ્લાય કરનારાને વીડિયો ટ્યૂટોરિયલ બતાવવામાં આવશે.

ડ્રાઈવિંગ ટેસ્ટને માટે એક મહિના પહેલાથી બતાવાતા વીડિયો ટ્યૂટોરિયલમાં સેફ ડ્રાઈવિંગની સાથેની અનેક પ્રકારની જાણકારીથી માહિત ગદાર કરાશે, આ આથે જ લાયસન્સ મેળવનારાની દુર્ઘટના પીડિત પરિવાર સાથે પણ વાતચીત કરાવવામાં આવશે,આમ કરીને સરકાર સડક પર પોતાની અને અન્યની સેફ્ટીની કેટલી વેલ્યૂ છે તેની પ્રેક્ટિકલ રીતે અરજદારને સમજ આપશે

કેન્દ્ર દ્રારા આ નવા નિયમ નવેમ્બર મહિનાથી અમલમાં મૂકવામાં આવશે, જે અતંર્ગત તમારી પાસે પહેલાથી ડ્રાઈવિંગ લાયસન્સ છે અને તમે ટ્રાફિક રૂલ્સને તોડ્યા છે તો તમારા સેફ્ટી સર્ટિફિકેટ કોર્સ પાસ કરવાનો ફરજિયાત રહેશે. આ માટે રિફ્રેશર કોર્સને પૂરા કરવામાં 3 મહિનાનો સમય આપવામાં આવશે. ત્યાર બાદ આ કોર્સને પાસ કરેલા ડ્રાઈવરના આધાર કાર્ડને ડ્રાઈવિંગ લાયસન્સ સાથે લીંક કરવામાં આવશે. જે થકી ડ્રાઈવિંગને ટ્રેક કરવાની કવાયત હાથ ઘરાશે

આ સમગ્ર મામલે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હવે સેફ ડ્રાઈવિગને લઈને કડક વલણ અપનાવી રહ્યું છે. ટૂ વ્હિલર્સ પર હેલ્મેટ અને પોલીસ સાથે મળીને ટોલ ક્રોસ કરનારા વાહન ચાલકો પર નજર રખાશે, જે માટે ખાસ એક સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે.

સાહિન-