Site icon Revoi.in

કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને ફરી મળશે 71 લાખ વેક્સિનનો જથ્થોઃમહિનાના અંત સુધીમાં 12 કરોડ ડોઝ આપવાનું લક્ષ્યાંક

Social Share

 

દિલ્હીઃ કેન્દ્ર સરકારે ફરી એકવાર રાજ્યોને કોરોનાની વેક્સિનનો નવો જથ્થો  કર્યો છે. આ વેક્સિનના જથ્થો હેઠળ આગામી બે દિવસમાં રાજ્ય સરકારોને 71 લાખથી પણ વધુ ડોઝ ઉપલબ્ધ થશે.

આ મહિનામાં 12 કરોડ લોકોને વેક્સિન આપવાના લક્ષ્યાંકને પહોંચી વળવા કેન્દ્ર સતત પ્રયત્નો કરી રહ્યું છે. જુલાઈના અંત સુધીમાં રાજ્યોને આશરે 12 કરોડ ડોઝ આપવાનું લક્ષ્ય છે, જેના માટે સરકારે અત્યાર સુધીમાં આઠ જથ્થા જારી કર્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ અઠવાડિયામાં લગભગ ચાર વધુ ખેપ જારી કરવામાં આવી શકે છે.

શુક્રવારે મંત્રાલયે આ બાબતે જણાવ્યું હતું કે, રાજ્યોમાં અત્યાર સુધીમાં  43.87 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 41.12 કરોડથી વધુ ડોઝ યૂઝ કરવામાં આવ્યા છે, પરંતુ રાજ્યોમાં હજી પણ 2.75 કરોડથી વધુ ડોઝનો સ્ટોક છે, જે નુંરસીકરણ માટેનો હજી વપરાશ બાકી છે

મંત્રાલયે કહ્યું હતું  કે છેલ્લા એક દિવસમાં 54.76 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા, જેની સાથે અત્યાર સુધીમાં 42 કરોડ 34 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવી  ચૂક્યા છે.