Site icon Revoi.in

કેન્દ્ર સરકારે પાનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાની અંતિમ તારીખ 30 જૂન સુધી લંબાવી

Social Share

દિલ્હી : કેન્દ્ર સરકારે પાનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાની અંતિમ તારીખ વધારવાનો નિર્ણય લીધો છે. Income Tax India તરફથી એક ટ્વિટમાં આ માહિતી આપવામાં આવી છે. ટ્વિટ મુજબ, કોવિડ -19 ના પ્રકોપને કારણે થઇ રહેલી પરેશાનીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ પાનકાર્ડ સાથે આધાર કાર્ડને જોડવાની અંતિમ તારીખ 31 માર્ચ 2021 થી 30 જૂન 2021 સુધી વધારી દીધી છે. તે મહત્વનું છે કે,પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે વધુ 3 મહિનાની મુદત આપીને કેન્દ્ર સરકારે 30 જૂન સુધીની છેલ્લી તારીખ આપી છે. અગાઉ,આ તારીખ 31 માર્ચ બુધવારે 12 વાગ્યે સમાપ્ત થઈ રહી હતી.

ગયા મંગળવારે લોકસભામાં ફાઇનાન્સ બિલ 2021 પસાર કરવામાં આવ્યું હતું,જે ઇનકમ ટેક્સ એક્ટ,1961 હેઠળ નવી કલમ 234 એચ હેઠળ જોગવાઈ કરે છે કે, આધારકાર્ડને પાનકાર્ડ સાથે જોડવામાં ન આવે તો,હવે કોઈ વ્યક્તિને વધુમાં વધુ 1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.

ઇનકમ ટેક્સની કલમ 139 AA(2) જણાવે છે કે, દરેક વ્યક્તિ,જેની પાસે 1 જુલાઇ 2017 ના રોજ પાનકાર્ડ હતું. અથવા આધારકાર્ડ બનાવવા યોગ્ય હતું. તેણે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. તો, જેમની પાસે આધારકાર્ડ છે,તેઓએ તેમના આધાર નંબર ટેક્સ અધિકારીઓને તેમની રીટર્ન ફાઇલ અને પાન ફાળવણી ફોર્મમાં આપવી ફરજિયાત છે.

 

દેવાંશી