Site icon Revoi.in

ચીનના રાષ્ટ્રપતિ ભારતમાં આયોજિત થનારી વર્ચ્યુઅલ SCO મીટિંગમાં ઉપસ્થિત રહેશે, ચીનના વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ

Social Share

 

દિલ્હીઃ- આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારત દ્વારા વર્ચ્યુઅલ એસસીઓ સમિટનું આયોજન કરવામાં આવશે જેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ હાજરી આપશે. આ બાબતને લઈને ચીનના વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ તે રીતે 

SCO એ એક પ્રભાવશાળી આર્થિક અને સુરક્ષા બ્લોક છે અને તે સૌથી મોટા આંતર-પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી સપ્તાહે ભારત દ્વારા આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશસમિટનો ભાગ બનશે. શુક્રવારે સત્તાવાર જાહેરાત જારી કરીને આ માહિતી આપવામાં આવી છે. આ સહીત કહેવામાં આવ્યું છે કે આ સમિટમાં સભ્ય દેશોના તમામ વરિષ્ઠ નેતાઓ પણ હાજરી આપશે. આ વર્ષની સમિટની થીમ TOWARD SECURE SCO છે. SECURE શબ્દ પીએમ  મોદીએ આપ્યો છે.

વધુ વિગત પ્રમાણે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે એક પ્રેસને  જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, રાષ્ટ્રપતિ શી 4 જુલાઈએ બેઇજિંગમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા SCO કાઉન્સિલ ઑફ હેડ ઑફ સ્ટેટની 23મી બેઠકમાં ભાગ લેશે અને મહત્વપૂર્ણ ટિપ્પણી કરભારત દ્વારા આયોજિત થનારી SCO સમિટમાં શીની ભાગીદારી વિશે આ પ્રથમ સત્તાવાર જાહેરાત કરાઈ છે.

SCO ની વાત કરીએ તો તેની સ્થાપના 2001 માં રશિયા, ચીન, કિર્ગીઝ રિપબ્લિક, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના પ્રમુખો દ્વારા શાંઘાઈમાં સમિટ દરમિયાન કરવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન 2017માં તેના કાયમી સભ્યો બન્યા હતા.