Site icon Revoi.in

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી પર પાર્ટીના જ નેતાઓને નથી વિશ્વાસ – શશિ થરૂર સહીત 5 સાસંદે પાર્ટીને પત્ર લખીને નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા

Social Share

દિલ્હીઃ- જ્યાથી સત્તામાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે ત્યારથી વિપક્ષના વળતા પાણી આવી ગયા છે, કોંગ્રેસ તમામ પ્રકારના પ્રયન્ત કરી રહ્યું હોવા છંત્તા સતત નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે, કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પણ ઘીરે ઘીરે રાજીનામુ આપીને પાર્ટીને ત્યજી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસ પક્ષમાં જે કોઈ લીડર બચ્યા છે તે લોકોને પણ પાર્ટી પર જાણે વિશ્વાસ નથી રહ્યો.

થોડા સમયમાં જ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી યોજાવાની છે. બીજી તરફ પાર્ટીના નેતાઓનો એક વર્ગ એવો છે જેને આ પ્રક્રિયામાં વિશ્વાસ નથી. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના નેતૃત્વમાં પાંચ સાંસદોએ ચૂંટણી પ્રભારી મધુસૂદન મિસ્ત્રીને પત્ર લખીને સવાલ  ઉઠાવ્યા છે.

જાણકારી પ્રમાણે ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતા આ સાંસદોએ ફરી એક વખત સ્પીકર પદ માટે મતદાન કરનારા લોકોની યાદી જાહેર કરવાની માંગણી કરી છે. આ પહેલા પણ ઘણા નેતાઓ આવી જ માંગણીઓ ઉઠાવી ચુક્યા છે.કોંગ્રેસ દ્વારા નિર્ધારિત ચૂંટણી કાર્યક્રમ પ્રમાણે, પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટેનું જાહેરનામું 22 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવશે. 24 સપ્ટેમ્બરથી નામાંકન દાખલ કરી શકાશે.

કોંગ્રેસના સાંસદો શશિ થરૂર, કાર્તિ ચિદમ્બરમ, મનીષ તિવારી, અબ્દુલ ખાલિક અને પ્રદ્યુત બારડોલોઈએ કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી પ્રભારી મધુસુદન મિસ્ત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં એવી માંગણી કરવામાં આવી છે કે પાર્ટી અધ્યક્ષ માટે કોણે મત આપ્યો છે તેની યાદી આપવામાં આવે. આ જૂથે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે પક્ષ પ્રમુખ પદ માટેની આ ચૂંટણી નિષ્પક્ષ નહીં થાય.આ શંકા પર તેઓએ આ પત્ર લખ્યો છે.

જો કે કોંગ્રેસ પહેલાથી જ સ્પષ્ટ કરી ચુક્યું છે કે આ યાદી જાહેર કરવામાં આવશે નહીં. બીજી તરફ કોંગ્રેસે એમ પણ કહ્યું છે કે જે પણ વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડશે તેને આ યાદી ચોક્કસ આપવામાં આવશે. ત્યારે બીજી તરફ પાર્ચીની જીત માટે રાહુલ ગાંઘી એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે હાલ તેઓ ભારત જોડો યાત્રામાં જોડાયા છે.ત્યારે હવે જોવું રહ્યું કે ભારત જોડો યાત્રા તેમને કેટચલી સફળતા પ્રાપ્ત કરાવે છે,જો કે ભારત જોડો યાત્રાને લઈને બીજેપીએ રાહુલ પર ઘણા આકરા પ્રહારો કર્યા છે.