Site icon Revoi.in

અમદાવાદમાં ફ્લાય ઓવરબ્રીજનું CMએ લોકાર્પણ કર્યા બાદ કોંગ્રેસે પણ ઉદ્ઘાટન કર્યું

Social Share

અમદાવાદઃ શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા ઓવરબ્રિજનું  કોંગ્રેસે ફરી લોકાર્પણ કર્યું હતું. જેમાં મુખ્યમંત્રીએ  અજિત મિલ ઓવરબ્રિજનું ઓનલાઇન વર્ચ્યુઅલી  લોકાર્પણ કર્યું હતું. જો કે લોકાર્પણ કાર્યક્રમમાં કોંગ્રેસના કોર્પોરેટરોને આમંત્રણ ન અપાતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ કોંગ્રેસના કાર્યકરો અને કોર્પોરેટરોએ અજીત મિલ બ્રિજનું ફરીથી રિબીન કાપીને  લોકાર્પણ કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના અસારવામાં અજિત મિલ નજીક ઓવરબ્રીજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચુઅલી લોકાર્પણ કર્યુ હતું. આ લોકાર્પણ સમયે નૂતન ઓવરબ્રીજ પર ભાજપના કોર્પોરેટર અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પણ કહેવાય છે કે કોંગ્રેસને આમંત્રણ આપવામાં આવ્યું નહતું. આથી મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યા બાદ  કોંગ્રેસના કોર્પોરેટરોએ સ્થળ પર  જઈને  રીબીન કાપી બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ લોકર્પણ કરી ફટાકડા ફોડીને લોકો માટે બ્રિજ ખુલ્લો મુક્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના શહેરીજનોને 711 કરોડના વિકાસ કામની ભેટ મળી હતી. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 711 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.. રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત મ્યુનિસિપલ કમિશનર અને મ્યુનિ.ના સત્તાધીશો હાજર રહ્યા હતા.

મુખ્યપ્રધાને 100 કરોડના ખર્ચે નવી 60 ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસોનું લોકર્પણ કર્યું હતું.. શહેરમાં પ્રદુષણ ઘટાડવા માટે હવે રસ્તાઓ પર કુલ 200 ઇલેક્ટ્રિક બસો દોડશે..આ તરફ નિકોલ તેમજ નરોડા GIDCમાં ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટસનું લોકર્પણ કરવામાં આવ્યું.. ઔડા દ્વારા બનાવવામાં આવેલ 200 કરોડના દહેગામ અને ઝૂડાલ એમ બે ફ્લાયઓવર બ્રિજનું લોકર્પણ કરવામાં આવ્યું.. એએમસી દ્વારા બનાવવામાં આવેલ અજિત મિલ ફ્લાય ઓવરબ્રિજનું પણ લોકર્પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત સીગરવા ખાતે 4 કરોડના પાર્ટીપ્લોટનું પણ લોકર્પણ કરવામાં આવ્યું હતું.