Site icon Revoi.in

દેશ વિજ્ઞાન ક્ષેત્રે ગ્લોબલ લીડર બનશે – ચંદ્રયાન 3 ની સફળતાને લઈને દિલ્હીમાં બોલ્યા પીએમ મોદી

Social Share

દિલ્હીઃ ચંદ્રયાન 3 મિશનની સફળતા વિશ્વમાં તારીફે કાબિલ બની છે તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ સફળ મિશનને લઈને દરેકને શુભેચ્છાઓ પાઠવી છે,ચંદ્રયાન 3 ને ચંદ્રયની ઘ્રુવ દિશામાં સોફ્ટ લેન્ડિંગ કરાવનાર ભારત પ્રથમ દેશ બનતા સૌ કોઈ ઉત્સાહિત છે., ત્યારે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત એક દિવસ   વિજ્ઞાન ક્ષેત્રે ગ્લોબલ લીડર બનશે.

આજરોજ સવારે બેંલગુરુ બાદ દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા પીએમ મોદીનું બીજેપી કાર્યકરતાઓ દ્રારા સ્વાગત કરાયું હતું.એરપોર્ટ પર રસ્તાની બંને બાજુએ ત્રિરંગો લહેરાવીને ભાજપના કાર્યકરો તેમનું સ્વાગત કરતા નજરે પડ્યા હતા.ત્યાર બાદ પીએમ મોદીએ એરપોર્ટની બહાર બનેલા પ્લેટફોર્મ પરથી પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા જેમાં તેમણે ચંદ્રયાન 3ની સફળતાના ગુણગાન ગાયા હતા.આ સહીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે પાલમ એરપોર્ટ પાસે ચંદ્રયાન-3ના સફળ ઉતરાણના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગત માટે ભાજપના કાર્યકરો પાલમ એરપોર્ટની બહાર એકઠા થયા. વડાપ્રધાન મોદી સ્થળ પર પહોંચી ગયા છે. જેપી નડ્ડા, મનોજ તિવારી, હંસરાજ હંસ સહિત ઘણા મોટા નેતાઓએ પીએમનું સ્વાગત કર્યું.

ચંદ્ર પર ચંદ્રયાન-3ના ઐતિહાસિક સોફ્ટ લેન્ડિંગને સફળ બનાવનાર વૈજ્ઞાનિકોને આજરોજ સવારે બેંગલુરુ ખાતે મળ્યા બાદ પીએમ હવે દિલ્હી પહોંચી ગયા છે. અહી તેમણે સંબોઘન કરતા કહ્યું કે તમામ વૈજ્ઞાનિકોને મારી સલામ. અમે ત્યાં ગયા જ્યાં કોઈ ગયું ન હતું. અમે તે કર્યું છે જે આજ સુધી કોઈ કરી શક્યું નથી. ભારત ચંદ્ર પર છે. ચંદ્રયાન 3 ના ઉતરાણની ક્ષણ અમર બની ગઈ છે. અમે ડાર્ક ઝોનમાં પણ પ્રકાશ ફેલાવ્યો છે.

આ સાથે જ પીએમ મોદીએ એમ પણ કહ્યું કે 23 ઓગસ્ટ હવે નેશનલ સ્પેસ ડે હશે. રાષ્ટ્રીય અવકાશ દિવસ હંમેશા પ્રેરણા આપશે. ઈસરો મેક ઈન ઈન્ડિયાને ચંદ્ર પર લઈ ગયું. વૈજ્ઞાનિકોએ સંયમ દ્વારા વિશ્વાસ મેળવ્યો છે. ચંદ્રયાન 2ના પગના નિશાનનું નામ તિરંગા રાખવામાં આવ્યું છે. ચંદ્રયાન 3 ના લેન્ડિંગ પોઈન્ટને શિવ શક્તિ નામ આપવામાં આવ્યું છે. શિવની વાત આવે ત્યારે હિમાલય મનમાં આવે છે અને જ્યારે શક્તિની વાત આવે છે, ત્યારે કન્યાકુમારીની વાત આવે છે.

ચંદ્રયાનની સફળતા વિશે વાત કરતા તેમણે એમ પણ જણાવ્યું હતું કે હું આજે સવારે વૈજ્ઞાનિકોને મળ્યો હતો. ભારત એક સફળતાથી અટકવાનું નથી. આખી દુનિયામાં ચંદ્રયાનની ચર્ચા થઈ રહી છે. ચારે બાજુથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.અને દેશ વિજ્ઞાન ક્ષેત્રે ગ્લોબલ લીડર બનશે .