Site icon Revoi.in

દેશની ‘વાયુસેનાએ’ અગ્નિવીરને લઈને જારી કર્યું નોટીફિકેશન – 24 જૂનથી નોંધણી શથે શરુ

Social Share

દિલ્હીઃ- જ્યા એક તરફ અગ્નિપથ જેવી યોજનાને લઈને સખ્ત વિરોધ નોંધાઈ રહ્યો છે જ્યા બીજી તરફ હવે અગ્નિવીર માટે વાયુસેનાએ નોટીફિકેશન જારી કરી દીધું છે જાણકારી પ્રમાણે આ માટે આવનારી 24 તારીખે એટલે કે 24 જૂનથી નોંધણી શરુ કરવામાં આવશે

હવે વાયુસેનાએ અગ્નિપથ યોજનાને લઈને એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે રજીસ્ટ્રેશન 24 જૂનથી શરૂ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે આ  પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું હતું કે ‘અગ્નિપથ’ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે અને કહ્યું હતું કે હવે આ યોજના પાછી નહીંખએંચવામાં આવે અને પરિવર્તન પણ જરુરી છે તેમ જણાવ્યું હતું.

આ પહેલા પણ ‘અગ્નિપથ’ ભરતી નીતિને લઈને વિવાદ અને વિરોધ વચ્ચે, ભારતીય સેનાએ 20 જૂને નવા નિયમો હેઠળ ભરતી માટે એક સૂચના  જારી કરી હતી. નોટિફિકેશન મુજબ સેનામાં ભરતી રેલીઓ માટે રજીસ્ટ્રેશન આવતા મહિને જુલાઈથી શરૂ થઈ રહ્યું છે.જત્યારે હવે વાયુસેનાએ પણ સૂચના જારી કરી દીધી છે.

અગ્નિપથ ભરતી યોજના પર અજિત ડોભાલે કહ્યું કે એકલો અગ્નિવીર ક્યારેય આખી સેના બની શકશે નહીં, અગ્નવીર ફક્ત પ્રથમ 4 વર્ષમાં ભરતી થયેલા સૈનિકો હશે. બાકીની સેનાનો મોટો હિસ્સો અનુભવી લોકોનો p હશે, જેઓ નિયમિત અગ્નિવીર હશે, તેમને 4 વર્ષ પછી નજીકની તાલીમ આપવામાં આવશે.