Site icon Revoi.in

દેશનો પહેલો કેબલ-સ્ટે રેલ બ્રિજ તૈયાર,PM મોદીએ કહી આ વાત

Social Share

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ કેબલ સ્ટે રેલ બ્રિજ અંજી ખડ બ્રિજને પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી છે. બ્રિજનું બાંધકામ 11 મહિનામાં પૂર્ણ થયું હતું અને તેમાં કેબલની કુલ લંબાઈ 653 કિમી છે.

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના ટ્વીટનો જવાબ આપતા વડાપ્રધાને ટ્વીટ કર્યું, શાનદાર. રેલવે મંત્રી વૈષ્ણવે ટ્વિટર પર તેનો વીડિયો શેર કરીને આ અદ્ભુત નજારો બતાવ્યો છે. આ પુલની લંબાઈ 725 મીટર છે અને તે નદીના પટથી લગભગ 331 મીટર ઉપર છે. આ પુલ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેના નિર્માણ પછી કાશ્મીર ખીણને દેશના અન્ય ભાગો સાથે જોડવાનું ખૂબ જ સરળ બની ગયું છે.

અંજી ખડ બ્રિજ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટના સૌથી મહત્વપૂર્ણ ભાગોમાંનો એક છે. તે એક તરફ ટનલ T-2 (કટરા એન્ડ) અને બીજી તરફ ટનલ T-3 (રિયાસી એન્ડ) ને જોડે છે. તે ચિનાબની ઉપનદી અંજી ઉપર બનેલ છે. કુલ 725 મીટર લંબાઇના આ બ્રિજમાં 473 મીટરના પુલને કેબલનો ટેકો છે.