Site icon Revoi.in

દેશની બીજી સ્વદેશી વેક્સિન અસરકાર જોવા મળી – બન્ને તબક્કાના પરિણામો સકારાત્મક

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના વેક્સિનને લઈને અનેક સાચા સમાચારો પ્રાપ્ત થી રહ્યા છે, ત્યારે વેક્સિનને લઈને એક બીજા સમાચાર મળી રહ્યા છે. કોરોના વાયરસની બીજી એક સ્વદેશી વેક્સિન અસરકારક સાબિત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે, ઝાયડસ કેડિલા કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વેક્સિન બે તબક્કાના પરિક્ષણમાં અસરકારક હોવાનું જણાયું હતું. ગુરુવારે કંપનીએ દાવો કર્યો છે કે ત્રીજા અને અંતિમ તબક્કાના પરીક્ષણોમાં હવે 30 હજાર લોકોનો સમાવેશ કરવામાં આવશે

મળતી માહિતી પ્રમાણે, ઝાયડસ કેડિલાએ આ વેક્સિન પર અત્યાર સુધીમાં બે માનવ પરીક્ષણો હાથ ધર્યા છે. પરીક્ષણ દરમિયાન આશરે એક હજાર લોકોને ડોઝ આપવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે વેક્સિન આપ્યા બાદ લોકોને પર્યાપ્ત માત્રામાં એન્ટિબોડીઝ મળી રહ્યા છે. હવે કંપનીએ તરફથી ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે અરજી કરવામાં આવી છે. આ પહેલા આઈસીએમઆર વૈજ્ઞાનિકો સાથે ભારત બાયોટેક કંપનીએ દેશની પ્રથમ સ્વદેશી વેક્સિન તૈયાર કરી હતી, જેનું હાલમાં ત્રજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે.

આ વેક્સિન બાબતે ઝાયડસ ગ્રુપના અધ્યક્ષ ડો.પંકજ આર.પટેલે જણાવ્યું હતું કે, આ સ્વદેશી વેક્સિન સલામત છે અને તે કોરોના ચેપને પણ રોકી શકે છે. બંને તબક્કાના પરિણામો સરકાર સાથે શેર કરવામાં આવ્યા છે. આવતા અઠવાડિયા સુધીમાં પરિણામોની સમીક્ષા કર્યા પછી આગળનો નિર્ણય લેવામાં આવશે.

સાહિન-