Site icon Revoi.in

દેશના કેટલાક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, અનેક લોકોની મુશ્કેલીઓ વધી

Social Share

દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની અછત વર્તાઈ રહી છે ખાસ કરીને , હરિયાણા, ગુજરાત અને કર્ણાટક રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં આ સંકટ જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાએ કલાકો સુધી પંપ બંધ રાખવા પડે છે. જેના કારણે ખેતી સાથે જોડાયેલા ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે.

આ સાથે જ પેટ્રોલિયમ ડીલરોનું કહેવું છે કે ઓઈલ કંપનીઓ સપ્લાય કટોકટી માટે કોઈ સ્પષ્ટ કારણ આપી રહી નથી. ગયા વર્ષના જૂનની સરખામણીએ આ જૂનમાં માંગમાં 48 થી 54 ટકાનો વધારો થયો હોવા છતાં, અગાઉના સ્તરે પણ સપ્લાય કરવામાં આવી રહ્યો નથી.ત્યારે હવે ડીલરોએ ગ્રાહકો અને ખેડૂતોના પ્રશ્નોના જવાબ આપવા મુશ્કેલ બની રહ્યા છે. આગામી દિવસોમાં આ સંકટ વધુ વધે તેવી શક્યતા છે.

નિષ્ણાતોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સરકારી કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારના પ્રમાણમાં તેલના ભાવમાં વધારો કરી શકતી નથી. તેનાથી કંપનીઓના નફામાં ઘટાડો થઈ રહ્યો છે. વધારાનો પુરવઠો વત્તા નુકશાન અને ઓછા પુરવઠાથી ઓછું નુકશાન થાય તેવી ફોર્મ્યુલાને અનુસરીને કંપનીઓએ માંગ કરતા ઓછા પુરવઠાની ફોર્મ્યુલા પર કામ કરવાનું શરૂ કર્યું છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલને લઈને આ સંકટ વર્તાઈ રહ્યું છે.

જાણો શું છે જૂદા જૂદા પંપની સ્થિતિ

રિલાયન્સે તેના પંપ પર પેટ્રોલ અને ડીઝલની સપ્લાય બંધ કરી દીધી છે. નાયરા ડીઝલની માંગના માત્ર 40 ટકા અને પેટ્રોલની માંગના 50 ટકા પૂરા પાડે છે. એ જ રીતે HPCL એ એડવાન્સ પેમેન્ટ માટે કહ્યું છે. આ પછી પણ માત્ર બે થી ત્રણ દિવસની જરૂરિયાત પુરી પાડવામાં આવી રહી છે. 

પુરવઠા ખૂટવા અંગે શું કહે છેનિષ્ણાંત

ફોરમ ઓફ લાઈક માઇન્ડેડ સ્ટેટ્સના અનુરાગ નારાયણે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવને જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં HPCL અને BPCLના સ્તરે પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ઘટાડવામાં આવ્યો છે. દેશભરના પેટ્રોલિયમ ડીલરો પાસેથી એડવાન્સ પેમેન્ટની માંગણી કરવામાં આવી રહી છે. બિઝનેસ પ્રેક્ટિસમાં ફેરફાર અંગે પણ કોઈ માહિતી શેર કરવામાં આવી રહી નથી. જેથી મુશ્કેલીઓ વધી છે