Site icon Revoi.in

દિલ્હી-એનસીઆરમાં આજે પણ મુશળઘાર વરસાદ યથાવત – હવામાન વિભાગનું યલો એલર્ટ

Social Share

દિલ્હીઃ- લાંબા વિરામ બાદ દેશમાં ફરી એક વખત ચોમાસુ સક્રિય બન્યું છે, દેશના જૂદા જૂદા રાજ્યોમાં છેલ્લા 2 દિવસથી વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે, ત્યારે દિલ્હી એનસીઆરમાં પણ વરસાદનું જોર યથાવત જોવા મળે છે, દિલ્હી-એનસીઆર સહીનના વિલ્તારોમાં સોમવારે સવારથી અવિરત વરસાદ પડી રહ્યો છે, ગાઝિયાબાદ-નોઈડા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ  છે. જો કે ,ગરમીમાં રાહત મળી છે, વરસાદને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

વરસાદના કારણે દિલ્હીમાં ઘણી જગ્યાએ પાણી ભરાયા છે. જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વીડિયો જાહેર કર્યો છે. જેમાં મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થી રહ્યા છએ જેમાં જોવા મળે છે કે એઈમ્સ નજીકનો રોડ પાણીથી ભરેલો છે અને વાહનો તેમાં અડધા ડૂબી ગયા છે.

દિલ્હી હાલ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે, ઠેર ઠેર વરસાદનું અનેપાણી ભરાવાના કારણે લોકો ઘરની આવતાજ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો . તે જ સમયે, ભારતીય હવામાન વિભાગે વરસાદને લઈને આજે યલો એલર્ટ જારી કર્યું છે.હવામાન  વિભાગ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી કે દિલ્હીમાં આગામી એક કે બે દિવસ ભારે વરસાદ પડી શકે છે

દિલ્હીના રસ્તાઓ પર પાણી ભરાયા હોવાથી વાહન ચલાવવું એક સમસ્યા બની રહી છે. દિલ્હી-એનસીઆરમાં હજુ  પણ ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદને કારણે મિન્ટો બ્રિજ, આઈટીઓ સહિત અનેક વિસ્તારોમાં વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે, આ સાથે જ દિલ્હીના એરપોર્ટ પર ભારે વરસાદ જોવા મળ્યો હતો. વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સાથે વીજળી પડવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે