Site icon Revoi.in

યૂએસમાં રચાશે ઈતિહાસ – ન્યૂયોર્ક સિટીમાં ટાઈમ સ્કેવર પર લહેરાશે ડિજીટલ તિરંગો

Social Share

ભારતીય હોવું ગૌરવની વાત છે,પણ જો તમે બહારના દેશમાં હોવ અને ત્યા પણ તમારા વતનની વાતો થાય કે પછી ધ્વજ લહેરાય તો તે ગૌરવ બે આપણા માટે બે ગણું હોય છે,ભારતની દુર પણ ભારતના ગુણગાન ગાવા એ ખરેખર આપણા માટે ગોરવ લેવાની વાત છે,ત્યારે હવે અમેરીકામાં એક ઈતિહાસ રપચતવા જઈ રહ્યો છે.

વાત જાણે એમ છે કે,અમેરિકાની રાજધાની ન્યૂયોર્ક શહેરમાં આવેલ ટાઈસ સ્કેવર પર પ્રથમ વખત 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ પર ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકવા જઈ રહ્યો છે, દરેક ભારતીયો માટે આ ક્ષણ આનંદની ક્ષણ હશે, આ એક ઈતિહાસ હશે કે પ્રથમ વખત અમેરિકાના ટાઈમ સ્કેવર પર તિરંગો લહેરાતો જોવા મળશે, આપણા તિરંગોને ટાઈમ્સ સ્કેવર પર જોવાની આ અદ્ભૂત ક્ષણ આપણા અને અમેરિકાના ઈતિહાસમાં લખાશે એ વાત ચોક્કસ.

આ માટે શહેર ન્યૂયોર્ક, ન્યૂ જર્સી અને કનેક્ટિકટમાં વરસોથી રહેતા ભારતના લોકોની એનજીઓ ફેડરેશન ઑફ ઇન્ડિયન એસોસિયેશનએ આ નિર્ણય લીધો છે, FIA મારફત રજુ થયેલા એક બયાનમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે. આવનારી 14મી ઓગસ્ટની રાત્રીએ એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ પર કેસરી, સફેદ અને લીલા રંગની રોશની કરવામાં આવશે. ટાઇમ સ્ક્વેર પર ત્રિરંગો ફરકે ત્યારે અમેરિકામાંના ભારતીય રાજદૂત એવા રણદીર જયસ્વાલ ખાસ મહેમાનની ઉપસ્થિતિ તરીકે હાજર રહેશે

સામાન્ય રીતે અમેરિકામાં વસતા ભારતીયો દર વર્ષ દરમિયાન 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના રોજ પરેડ કરે છે,પોતપોતાના નિવાસ સ્થાને આ દિવસને સેલિબ્રેટ કરતા હોય છે,દેશભક્તિના કાર્યક્રમો કરતા હોય છે,પરંતપ આ ઘટના પ્રથમ વખત બનશે કે જ્યારે અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર ટાઇમ સ્ક્વેર પર આ રીતે ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકશે, જો કે કોરોનાના સંકટના કારણે આ વખતે ભારતીયો દ્વારા યોજાતી પરેડ કરવામાં નહી આવે,વર્ષોથી અમેરીકામાં વસતા ભારતીયો દ્વારા અહી ન્યૂયોર્કમાં યોજાતી ઇન્ડિયા પરેડ વિશ્વભરમાં વસતા ભારતીયો માટે ગૌરવની વાત હતી

ઉલ્લખેનીય છે કે, તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિતેલી 5 મી ઑગષ્ટનાી રોજ અયોધ્યા ખાતે રામનગરીમાં રામમંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું તે સમયે પણ ન્યૂયોર્ક રામમય બન્યું હતું અહીના ટાઇમ સ્ક્વેરમાં ભગવાન રામના મોટા કદનાં હોર્ડિંગ્સ જોવા મળ્યા હતા ,અહી વસતા ભારતીય લોકો રામ મગ્ન થઈને રામધૂનમાં જોતરાયા હતા અને અયોધ્યાના આ ઐતિહાસિક દિવસને દેશની બહાર રહીને પણ યાદગાર બનાવ્યો હતો,

સાહીન-