Site icon Revoi.in

રાજ્યો અને જીલ્લાઓ વિકસીત થશે ત્યારે જ વિકસિત ભારતનું સપનું થશે સાકાર – પીએમ મોદી

Social Share

દિલ્હીઃ વિતેલા દિવસને મંગળવારના રોજ પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી છત્તીસગઢ અને તેલંગણાની મુલાકાતે પહોચ્યા હતા તેંલગણઆની રાજઘાની હૈદરાબાદ ખાતે  તેમણે સભા સંબોઘિત કરી હતી આ જરમિયાન તેમણ ેવિકસીત ભારતને લઈને કેટલીક વાત કહી હતી તેમણે વિકસીત ભારત ત્યારેજ થશે જ્યારે દરેક રાજ્યો અને જીલ્લાઓ વિકસિત થશે તેમ કહ્યું હતું.

પીેમ મોદીએ અહીં એમ પણ કહ્યું કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે નિઝામ અવરોધો ઉભો કરી રહ્યો હતો. તે ભારતમાં જોડાવા માટે અનિચ્છા કરતો હતો. ત્યારે એક ગુજરાતી પુત્ર સરદાર પટેલે તમારી આઝાદી સુનિશ્ચિત કરી. હવે તમારા વિકાસ માટે બીજો એક ગુજરાતી પુત્ર આવ્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  હૈદરાબાદમાં રેલી દરમિયાન પીએમએ કહ્યું કે તેલંગાણાને એક ગુજરાતી પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી અપાવી હતી. હવે બીજો ગુજરાતી પુત્ર વિકાસ માટે આવ્યો છે. દરમિયાન પીએમ મોદીએતેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવ વિશે પણ દાવો કર્યો હતો. મોદીએ કહ્યું કે કેસીઆર એક સમયે બીજેપીના નેતૃત્વવાળા ગઠબંધન એનડીએમાં સામેલ થવા માંગતા હતા. પરંતુ પોતે પીએમએ તેમને ફગાવી દીધા હતા.

એટલું જ નહી પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે”તેમને NDAમાં સામેલ થવાનું કહ્યું. મેં કહ્યું- તમારા કાર્યો એવા છે, મોદી તમારી સાથે જોડાઈ શકતા નથી. અમે વિપક્ષમાં બેસી શકીએ છીએ, પરંતુ તેલંગાણાની જનતા સાથે દગો નહીં કરીએ. અમે એનડીએમાં પ્રવેશ નથી કર્યો.પીએમ મોદીએ કહ્યું, “હું એક રહસ્ય ખોલવા જઈ રહ્યો છું. જ્યારે હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ ત્યારે ભાજપ 48 સીટો જીતીને આવ્યો હતો. કેસીઆરને સમર્થનની જરૂર હતી. પહેલા તેઓ ખૂબ માન આપતા હતા. તેઓ એરપોર્ટ પર માળા લાવતા હતા. ઉલ્લેખનીય છે કે તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (KCR) એ તેમની પાર્ટી ‘તેલંગાણા રાષ્ટ્ર સમિતિ’ (TRS) નું નામ બદલીને ‘ભારત રાષ્ટ્ર સમિતિ’ (BRS) કર્યું છે. કેસીઆરએ 2024ની સામાન્ય ચૂંટણી પહેલા રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે ચૂંટણી લડવાની તેમની યોજનાઓની રૂપરેખા આપી છે.

Exit mobile version