Site icon Revoi.in

ચૂંટણી પંચ ટૂંક સમયમાં કરશે રિમોટ EVMનું પરિક્ષણ, જેનાથી વિદેશમાં રહેતા લોકો પણ કરી શકશે મતદાન 

Social Share

દિલ્હી – દેશમાં 18 વર્ષથી તમામ લોકોને મતદાન કરવાનો અધિકાર છએ,જો કે કેટલાક લોકો પોતાના શહેરથી બહાર નોકરી અર્થે તો કોઈ કામ અર્થે રહેતા હોય છે જેના કારણે મતદાન કરવા માટે તેઓએ પોતાના ગામ કે સ્થળ પર પહોંચવુ પડતું હોય છે,આ એક મોટી સમસ્યા કહી શકાય,જોકે સરકાર એક દિવસની રજા પણ આપે છે, જો કે આતો થઈ દેશની વાત પણ જે નાગરિકો વિદેશમાં વસવાટ કરે છએ તેના માટે ચૂંટણી સ્થળ પર પહોંચવુ અશક્ય વાત છે ,ત્યારે હવે આ સમસ્યામાંથી વિદેશમાં રહેતા ભારતીયોને ચૂંટણી પંચ ચૂંક સમયમાં છૂટકારો આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ 30 કરોડથી વધુ મતદારોના મતાધિકારથી વંચિત રહેવાથી ચિંતિત છે. મતદાર જ્યારે નવા સ્થાને જાય છે ત્યારે વિવિધ કારણોસર ચૂંટણીમાં મતદાન કરવા માટે તેના ઘરના મતદાન મથક પર પાછા ફરી શકતા નથી જેથી કરીને હવે આ બબાતે કવાયત હાથ ધરવામાં આવી છે.

મળતી  વિગત પ્રમાણે ચૂંટણી પંચ ટૂંક સમયમાં રિમોટ EVMનું પરિક્ષણ કરવા જઈ રહ્યું છે જો આ સફળ સાબિત થાય છે તો તેનાથી પોતાના દેશની બહાર વસતા કોઈ પણ વ્યક્તિ મતદાન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે મતદાન એ દરેક પુખ્ત વ્યક્તિનો બંધારણીય અધિકાર છે. 

આ બાબતે ચૂંટણી પંચે સ્થાનિક વિદેશી મતદારો માટે રિમોટ ઇવીએમનો પ્રોટોટાઇપ વિકસાવ્યો છે, તે એક જ બૂથથી 72 મતવિસ્તારમાં રિમોટ વોટિંગને નિયંત્રિત કરી શકે છે.આ માટે ચૂંટણી પંચે 16 જાન્યુઆરીએ સ્થાનિક સ્થળાંતરિત મતદારોને રિમોટ ઈવીએમનું પ્રારંભિક મોડલ બતાવવા આમંત્રણ આપ્યું છે. તે જ સમયે, તેને લાગુ કરવા માટે કાયદાકીય અને વહીવટી પડકારો પર પક્ષકારોના મંતવ્યો પણ માંગવામાં આવ્યા છે.