Site icon Revoi.in

હમાસના કમાન્ડર મોહમ્મદ દૈફીનો પરિવાર ઈઝરાયલી સેનાએ કરેલી કાર્યવાહીમાં મોતને ભેટ્યો

Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હુમલાનો માસ્ટર માઈન્ડ આતંકવાદી મોહમ્મદ દૈફની ઈઝરાયલની આર્મી શોધખોળ કરી રહી છે. આ દરમિયાન ઈઝરાયલની સેનાએ કરેલા હવાઈ હુમલામાં દૈફનો પરિવાર મોતને ભેટ્યો હોવાનું જાણવા મળે છે. ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં દૈફના પિતા, તેમના ભાઈ અને દીકરાનું મોત થયું છે. આ ઉપરાંત તેમના ભાઈની પૌત્રીનું પણ મોત થયાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હમાસના આતંકવાદીઓના હુમલામાં અત્યાર સુધીમાં ઈઝરાયલના 155 જવાનો શહીદ થયાં છે. જ્યારે ઈઝરાયલમાં આતંકવાદીઓના હુમલામાં 1200થી વધારે લોકોના મોત થયાં છે. જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. બીજી તરફ ઈઝરાયલના વિસ્તારમાં હમાસના 1500થી વધારે આતંકીઓને ઈઝરાયલની સેનાએ ઠાર માર્યાં છે. આતંકવાદીઓએ ઈઝરાયલ ઉપર કહેલા હુમલા બાદ ગુજારેલી બર્બરતાની ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોએ નિંદા કરી છે. જો કે, પાકિસ્તાન સહિતના કેટલાક દેશોએ હમાસના પગલાને યોગ્ય ગણાવીને સમર્થન આપ્યું છે.

ઈઝરાયલને આતંકવાદી સંગઠન હમાસનો ખાતમો બોલાવવા માટે અભિયાન શરૂ કર્યું છે અને ગાઝા પટ્ટી ઉપર સતત હુમલા કરવામાં આવી રહ્યાં છે. ગાઝા પટ્ટીમાં વાયુસેનાએ કરેલા હુમલામાં 900થી વધારે લોકોના મોત થયાં છે. વાયુસેનાએ ગાઝાપટ્ટીમાં હમાસના અનેક ઠેકાણાઓને નિશાન બનાવીને તોડી પાડ્યાં છે. ઈઝરાયલની સેનાએ ગાઝા સરહદ ઉપર નિયંત્રણ મેળવી લીધો છે, બીજી તરફ હમાસ પણ ઈઝરાયલને સતત ધમકી આપી રહ્યું છે. ઈઝરાયલના સમર્થનમાં અમેરિકાએ પણ વિસ્ફોટ્ક ઈઝરાયલ મોકલી આપ્યાં છે. તેમજ ઈરાનને પણ યુદ્ધથી દૂર રહેવા માટે ચેતવણી આપવામાં આવી છે.