Site icon Revoi.in

ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીના પિતાના નિધનને લઈને પીએમ મોદીએ લખ્યો પત્ર

Social Share

દિલ્હીઃ- ભારતની ટીમ હાલ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રમી રહી છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ બાદ પિતાને ગુમાવ્યા છે. દિલ્હી ટેસ્ટ મેચ પૂરી થયા બાદ ઉમેશ યાદવના પિતાનું નિધન થયું હતું.

જાણકારી પ્રમાણે આ દુઃખદ ઘટના બાદ પણ તે દેશ માટે ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી ટેસ્ટ મેચ રમવા ગયો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેશ યાદવને તેમના પિતાના નિધન પર એક પત્ર લખ્યો છે.

ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઉમેશ યાદવના પિતા તિલક યાદવનું ગત સપ્તાહે બુધવારે 22 ફેબ્રુઆરી નિધન થયું હતું. દિલ્હી ટેસ્ટ મેચ પૂરી થયા બાદ ઉમેશ તેના પિતા સાથે હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની તબિયત ખરાબ હતી. તિલક યાદવની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
Exit mobile version