Site icon Revoi.in

દેશમાં સતાવી રહ્યો છે કોરોનાનો ડર – છેલ્લા 24 કલાકમાં 268 નવા કેસ નોંધાયા, સક્રિય કેસો 3 હજારને પાર

Social Share

દિલ્હીઃ- ચીનમાં ફરી એક વખત કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ હવે કોરોનાના ડર સતાવી રહ્યો છે જો કે નિષ્ણાંતોના મતે કોરોના ભારતમાં હાવિ નહી બને છત્તા પણ કેન્દ્ર દગ્રારા સતર્કતાના પગલા લેવામાં આવી રહ્યા છે. ભારત સરાકે એરપોર્ટ પર ટેસ્ટિંગ સહીતના પ્રોટોકોલ લાગુ કર્યા છે જ્યારે કર્ણાટક સરકારે તો માસ્ક પહેરવું ફરજિયાત બનાવ્યું છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે કોરોનાના કેસમાં નહી વત વધારો જોવા મળ્યો છે.

જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન 268 નવા કેસ સામે આવ્યા છે જે  વિતેલા દિવસ કરતા વધુ  આ સાથએ જ વિતેલા દિવસે 28 ડિસેમ્બરે દેશમાં કોરોનાના 188 કેસ નોંધાયા હતા.

જો દેશમાં કોરોનાના પોઝિટિવ દરની વાત કરીએ તો હાલમાં દેશમાં દૈનિક હકારાત્મકતા દર 0.11 ટકા જોવા મળે છે અને સાપ્તાહિક હકારાત્મકતા દર 0.17 ટકા નોધાયો છે. 

જો દેશમાં રિકવરી રેટની વાત કરીએ તો તે સારો જોવા મળએ છે.હાલ દેશમાં રિકવરી રેટ 98.8 ટકા  જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં કુલ 188 લોકોએ કોરોનાને માત આપીને સ્વસ્થ થયા  છે. હવે રિકવરીની કુલ સંખ્યા વધીને 4,41,43,665 થઈ ગઈ છે.

જો દેશમાં હવે દેશમાં સક્રિય કેસની વાત કરીએ તો આ  સંખ્યા વધીને 3 હજાર 552 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રસીના 99 હજાર 231 ડોઝ આપવામાં આવ્યા છે.રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 220.08 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે