Site icon Revoi.in

ફિલ્મ ‘આદિપુરુષ’ હવે હમણા નહી થાય રિલીઝ – દર્શકોએ કરવો પડશે 6 મહિનાનો લાંબો ઈંતઝાર

Social Share

મુંબઈઃ- સાઉથના જાણીતા સ્ટાર પ્રભઆસની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ આદિપુરુષને લઈને એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે, દર્શકો અને ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈને બેઠા છે  જો કે હવે તેમણે આ ફિલિમને જોવા માટે 6 મહિનાનો લાંબો ઈંતઝાર કરવો પડશે.

જી હા તાજેતરની જાણકારી પ્રમાણે હવે આ ફિલ્મની જે રિલીઝ જાન્યુઆરીમાં થવાની હતી તે હવે ટાળી દેવામાં આવી છે અને ફિલ્મને જૂનમાં રિલ્ઝઈ કરવાની માહિતી આપવામાં આવી છે.ડિરેક્ટર ઓમ રાઉતે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.

આ સાથે જ ફિલ્મને લઈને તેમ પણ જણાવાયું છે કે આ ફિલ્મ, “આદિપુરુષ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ ભગવાન શ્રી રામ પ્રત્યેની આપણી ભક્તિ અને આપણા ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. પ્રેક્ષકોને અદ્ભુત અનુભવ આપવા માટે, આદિપુરુષના નિર્માણ સાથે સંકળાયેલા લોકોએ થોડો વધુ સમય ફાળવવાની જરૂર છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે “આદિપુરુષના નિર્માણ સાથે સંકળાયેલા લોકોએ થોડો વધુ સમય ફાળવવાની જરૂર છે એમ કહેવામાં આવી રહ્યું છે આમતો આ ફિલ્મ જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી સત્તાવાર નિવેદન અનુસાર, ફિલ્મ હવે 16 જૂન, 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે એટલે કે હવે દર્શકોએ હજી વધુ રાહ જાવી પડશે.

આ ફિલ્મ આદિપુરુષનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં સૈફ અલીખાન, પ્રભાસ , કૃતિ સેનન, સની સિંહ અને દેવદત્ત નાગે મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. તે પાંચ ભારતીય ભાષાઓ- હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થવાની છે,ફિલ્મ મોટા બજેટ હેઠળ બનાવાઈ રહી છે.

Exit mobile version