Site icon Revoi.in

હોલિવૂડની ફિલ્મ ‘અવતારે’ ભારતીય સિનેમાઘરોમાં મચાવી ઘૂમ- રિલીઝના 2 દિવસમાં જ100 કરોડને પાર કરી કમાણી

Social Share

મુંબઈઃ- હોલિવૂડની ફિલ્મ અવતાર ધ વે ઓફ વોટર’ 16 ડિસેમ્બરના રોઝ રિલીઝ થી ચૂકી છે હોલિવૂડની ફિલ્મએ ભારતીય સિનેમાઘરોમાં ધમાલ મચાવી છે,આ ફિલ્મ રિલીઝ થયાના પહેલા જ એડવાન્સ બૂકિંગમાં ઘૂમ મચાવી ચૂકી છે ત્યારે રિલીઝના માત્ર 3 દિવસમાં જ ફિલ્મની કમાણી 100 કરોડ સુધી પહોંચી છે.

જેમ્સ કેમેરોનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ સિનેમાઘરોમાં પ્રેક્ષકો ખૂબ મળી રહ્યા છે. ‘અવતાર’ના ચાહકો તેના બીજા પાર્ટ માટે  છેલ્લા 13 વર્ષથી આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.આ ફિલ્મ સમુદ્ર અને વચ્ચે સ્થાયી થયેલી બોટની વાદળી દુનિયાનો પરિચય કરાવે છે, તેણે બે દિવસમાં બોક્સ ઓફિસ પર ખળભળાટ મચાવી દીધો છે. આ ફિલ્મ માત્ર ભારતીય બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ વિશ્વભરમાં પણ શાનદાર કલેક્શન કરી રહી છે.

જેમ્સ કેમરૂનની આ ફિલ્મે શરૂઆતના દિવસે જ શાનદાર ડેબ્યૂ કર્યું હતું અને હવે વિશ્વભરમાં 1500 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે,ભારતીય બોક્સ ઓફિસ પર તેનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન બે દિવસમાં 100 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. આવી સ્થિતિમાં રવિવારની રજામાં પણ ફિલ્મ સારી એવી કમાણી કરશે તેવી આશા છે.ત્યારે આજે ફરી રવિવારના દિવસે  આ ફિલ્મ રેકોર્ડ બ્રેક કમાણી કરી શકે છે.