Site icon Revoi.in

ફિલ્મ ‘ઘ કેરળ સ્ટોરી’એ બોક્સ ઓફીસ પર બાજીમારી, 100 કરોડને પાર પહોંચ્યું ફિલ્મનું કલેક્શન

Social Share

મુંબઈઃ- ફિલ્મ ઘ કરેળ સ્ટોરીએ બોક્સ ઓફીસ પર કમાલ કરી દેખાડી છે,આ ફિલ્મે રિલીઝ થયાના માત્ર 9 દિવસમાં જ 100 કરોડના આંડકાને આંબી લીઘો છે,આ ફિલ્મ પહેલા અનેક વિવાદના વંટોળમાં હોવા છત્તા સુપર હિટ સાબિત થઈ રહી છે.

ફિલ્મ પર 2 જેટલા રાજ્યમાં પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે તો કેટલાક રાજ્યોએ ફિલ્મને તારીફે કાબિલ ગણાવી યુવતીઓ માટચે ખાસ જોવા જેવી ગણઆવીને ટેક્સ ફ્રી પણ કરી છે ત્યારે હવે આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ચૂકી છે.લવજેહાદ પર બનેલી આ ફઇલ્મ સત્યઘટનાને આવરી લેતી ફિલ્મ છે જેને લઈને આ ફિલ્મ જોનારા દર્શકો દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે.

. અદા શર્મા સ્ટારર ‘ધ કેરાલા સ્ટોરી’ એ ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મે 9 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ વિવાદાસ્પદ ફિલ્મની સફળતાથી બધા ચોંકી ગયા છે. તેના બીજા શનિવારે, ફિલ્મે આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલા સલમાન ખાનના કિસી કા ભાઈ કિસી કી જાનના 9-દિવસના કલેક્શનને વટાવી દીધું છે.

રિલીઝના પ્રથમ દિવસે આ ફિલ્મે  8.03 કરોડની કમાણી કરી હતી અને પાછળ ફરીને જોયું નથી. જો કે તેના સોમવારના કલેક્શનમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ તેજી પછી સુદીપ્તો સેનની ફિલ્મમાં માત્ર વધારો નોંધાયો હતો. પહેલા અઠવાડિયામાં ફિલ્મે 81 કરોડથી વધુની કમાણી કરી હતી. તો બીજી તરફ બીજા શનિવારે તેણે 100 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે.