Site icon Revoi.in

સોમનાથ મંદિર પર બનશે ‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ ફિલ્મ – 12 ભાષાઓમાં જોવા મળશે ગઝનવી એ મંદિર પર કરેલા હુમલાની કહાનિ

Social Share

 

મુંબઈઃ- પ્રથમ જ્યોર્તિલંગ સોમનાથ કે જે ગુજરાતમાં આવેલું છે, આ મંદિર સાથે મોહમ્દ ગઝનવીની લૂટની કહાનિ જોડાયેલી છે ત્યારે હવે શિવ ઊભક્તો માટે સોમનાથની કહાનિ ફિલ્મમાં દર્શાવવાની તૈયારીઓ કરાઈ રહી છે આ સોમનાથ મંદિર પર બનેલી ફિલ્મનું નામ હશે ‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ જે ફિલ્મ – 12 ભાષાઓ રિલીઝ કરવામાં આવશે.

સોમનાથ મંદિર પર બનેલી ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો આ સમગ્ર ફિલ્મમાં પ્રાચીન કાળમાં સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનવી દ્નારા જે હુમલો કરવામાં આવ્યો હતો જે આપણે ઈતિહાસના પુસ્તકોમાં વાંચ્યું પણ હશે તે વાત ઈતિહાસના પાનાઓમાં કાળા અક્ષરે લખાયેલી છે જે ફિલ્મમાં સારી રીતે વર્ણવવામાં આવશે.

શ્રાવણ માસની પ્રથમ શિવરાત્રીના આ શુભ અવસર પર, ફિલ્મ નિર્માતાઓ મનીષ મિશ્રા અને રણજિત શર્માએ તેમની આગામી ફિલ્મની જાહેરાત કરી છે, જે ગુજરાતમાં સોમનાથ મંદિર પર મહેમુદ ગઝનવીના હુમલાના ઇતિહાસ પર આધારિત હશે.
આ ફિલ્મ હિન્દી અને તેલુગુમાં શૂટ થશે અને 12 ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન અનુપ થાપા કરવાના છે. આ ફિલ્મ અનુપ થાપાએ લખી છે. ફિલ્મ ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ 2 ઈડિયટ્સ બેનર હેઠળ બનવા જઈ રહી છે. ‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ની જાહેરાત સાથે એક ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઈ.સ 1025 , મહમૂદે સોમનાથ મંદિર પર હુમલો કર્યો અને આ ઐતિહાસિક વારસાનો નાશ કર્યો તે  દર્શાવવામાં આવશે. મહમૂદ ગઝનવી પહેલો મોટો આક્રમણ કરનાર હતો અને તેણે સોમનાથ મંદિર પર હુમલો કર્યો, જે 12 જ્યોતિર્લિંગોમાંના એક છે. મહમૂદ ગઝનવીએ તેના 5000 સાથીઓ સાથે મંદિર પર હુમલો કર્યો અને તમામ સંપત્તિ લૂંટી લીધી. આ હુમલામાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. 1947માં ભારતના તત્કાલિન ગૃહમંત્રી સરદાર પટેલે આ મંદિરના પુનઃનિર્માણનો આદેશ આપ્યો હતો.