Site icon Revoi.in

કચ્છમાં એક જ દિવસમાં ત્રણ સ્થળોએ ઝાડીમાં લાગેલી આગને ભારે જહેમત બાદ ફાયર વિભાગે બુજાવી

Social Share

ભૂજઃ કચ્છમાં સોમવાર સુધી માવઠાનું વાતાવરણ રહ્યા બાદ મંગળવારથી ફરી તાપમાનમાં વધારો થયો છે. ત્યારે એક જ દિવસમાં ઝાડી-ઝાંખરામાં આગ લાગવાના ત્રણ બનાવો બન્યા હતા.આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ દોડી જઈને ભારે જહેમત બાદ આગને બુજાવી દીધી હતી. ત્રણેય સ્થળે ફાયર વિભાગની તાકીદની કામગીરી થી જાનમાલની નુકશાની ટળી હતી.

ભચાઉના ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, મંગળવારે બપોરે 4 વાગ્યાની આસપાસ ભચાઉ તાલુકાનાના વોંધ હાઇવે પર આવેલી કિશાન હોટેલ પાસે વીજ તારમાં શોર્ટ સર્કિટ થતાં બાવળની  ઝાડીમાં આગ લાગી ઉઠી હતી. ઘટનાના પગલે ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાની બીજી ઘટના બપોરે 12 વાગ્યાની આસપાસ ભચાઉના રામદેવપીર મંદિર પાસે આવેલા પેટ્રોલ પંપની બાજુમાં બની હતી, જ્યાં એક ખુલ્લા વંડામાં મોટી આગ લાગી હતી, જે પેટ્રોલ પંપ તરફ આગળ વધી રહી હતી, જોકે ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને 2 થી 3 કલાકની જહેમદ બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જ્યારે આગનો ત્રીજો બનાવ  ભુજ તાલુકાના કનૈયા ગામ પાસે આવેલ AMW કંપનીના કંપાઉન્ડમાં બની હતી, જ્યાં કોઈ કારણોસર આગ લાગતા ભુજ ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી.

કચ્છમાં ભચાઉ તાલુકામાં ઝાડી-ઝાંખરામાં આગના બે બનાવો તેમજ  ભુજ તાલુકામાં એક કંપનીના કમ્પાઉન્ડમાં લાગેલી આગને લીધે કોઈ જાનહાની થઈ નથી, ફાયરબ્રિગેડે આગના બનાવની જાણ થતાં જ દોડી જઈને આગને બુજાવી દીધી હતી

 

Exit mobile version