Site icon Revoi.in

અમેરિકાના ટેક્સાસમાં મંકીપોક્સના કારણે મોતનો પહેલો કેસ નોંધાયો,વિશ્વમાં અત્યાર સુધીમાં 15 લોકોએ ગુમાવ્યા જીવ  

Social Share

દિલ્હી:અમેરિકાના ટેક્સાસમાં મંકીપોક્સના કારણે મોતનો પહેલો કેસ નોંધાયો છે.સ્થાનિક અધિકારીઓએ પણ મંકીપોક્સથી પીડિત વ્યક્તિના પ્રથમ મૃત્યુની પુષ્ટિ કરી છે.ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ સર્વિસે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,દર્દી હેરિસ કાઉન્ટીનો રહેવાસી હતો.

ડિપાર્ટમેન્ટ કમિશનર જોન હેલરસ્ટેડે નિવેદનમાં જણાવ્યું હતું કે,મંકીપોક્સ એ એક ગંભીર રોગ છે, ખાસ કરીને નબળા રોગપ્રતિકારક શક્તિવાળા લોકો માટે. તેમણે કહ્યું કે અમે લોકોને સતત અપીલ કરી રહ્યા છીએ કે,જો તેઓ મંકીપોક્સના સંપર્કમાં આવ્યા હોય અથવા તેમનામાં રોગના લક્ષણો હોય તો તેમણે તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ.

અહેવાલ મુજબ, રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો (CDC) એ સોમવાર સુધીમાં તમામ 50 રાજ્યોમાં વાયરસના 18,000 થી વધુ કેસોની પુષ્ટિ કરી હતી,પરંતુ અધિકારીઓએ હજી સુધી કોઈ મૃત્યુની પુષ્ટિ કરી નથી.સીડીસીએ આ વર્ષે અત્યાર સુધીમાં મંકીપોક્સ ફાટી નીકળ્યા દરમિયાન વાયરસથી વિશ્વભરમાં માત્ર 15 મૃત્યુની પુષ્ટિ કરી છે.