Site icon Revoi.in

કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ ડેલ્ટા વેરિએન્ટ સામે રક્ષણ આપવામાં 61 ટકા અને બન્ને ડોઝ 65 ટકા અસરકારકઃ- પરિક્ષણ

Social Share

દિલ્હીઃ- વિશ્વમાં કોરોનાની બીજી તરંગ હવે ધીમી પડતી જોવા મળી રહી છે. પરંતુ કોરોના વાયરસ હજુ પણ  ખતમ થયો નથી.આ સાથે જ કોરોના સામે રક્ષણ આપવા વેક્સિનેશનની પ્રક્રિયા પણ ચાલુ છે. બીજી તરફ કોવિશિલ્ડના ડોઝના અંતરાલને લઈને પણ ચર્ચા ચાલુ છે. ડો.એન.કે.અરોરા કહે છે કે દેશમાં ટ્રાયલ થયા પછી જ રસીના ડોઝ વચ્ચેનું અંતર વધારવામાં આવ્યું છે.

ડો.એન.કે.અરોરા કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત કોવિડ વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ છે. તેમણે જણાવ્યું હતું કે રસીના બે ડોઝ વચ્ચે 12 થી 16 અઠવાડિયાનું અંતર દેશમાં હાથ ધરવામાં આવેલા પરીક્ષણો અનુસાર વધારવામાં આવ્યું છે. ડેટા મુજબ જોવા મળ્યું છે કે કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ ડેલ્ટા વેરિઅન્ટ સામે 61 ટકા અસરકારક છે.

મીડિયા સાથએની વાતચીત દરમિયાન ડો,અરોરાએ કહ્યું કે સરકારે જ્યારે રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે બે ડોઝ વચ્ચેનું અંતર ચાર અઠવાડિયાનું રાખ્યું હતું. તે ટ્રાયલના પરિણામો મુજબ નક્કી કરવામાં આવ્યું હતું, અમને ખબર પડી કે ચાર અઠવાડિયાના સમય ગાળામાં ઈમ્યૂન રિસ્પોન્સ ખૂબ સારો રહ્યો હતો.જો કે, તે સમયે બ્રિટને પહેલાથી જ આ અંતરને 12 અઠવાડિયા સુધી વધાર્યું હતું. આ સમય દરમિયાન યુકે આલ્ફા વેરિઅન્ટથી સંબંધિતપડકારોનો સામનો કરી રહ્યો હતો.

ડો.અરોરાએ વધુમાં કહ્યું કે, માત્રાની સમીક્ષા કર્યા પછી જ ડોઝ વચ્ચેનું અંતરાલ વધારવામાં આવ્યું છે. પહેલા ચાર અઠવાડિયાના અંતરાલ પર કાર્ય કરતા હતો. પરંતુ ડબ્લ્યુએચઓ દ્વારા આપવામાં આવેલા સૂચનો પછી જ, છથી આઠ અઠવાડિયાના અંતરાલમાં વધારો કરવામાં આવ્યો.

ડો.અરોરાએ કહ્યું કે ડેલ્ટા સંક્રમણ દરમિયાન મહત્વપૂર્ણ ડેટા અને હજારો કેસોને ધ્યાનમાં લેતા સીએમસી વેલ્લોરે દર્શાવ્યું છે કે કોવિશિલ્ડની પ્રથમ માત્રા આ પ્રકાર માટે 61 ટકા અસરકારક છે અને બંને ડોઝ સાથે 65 ટકા અસરકારક જોવા મળ્યા છે