Site icon Revoi.in

બોલિવૂડ ક્વિન કંગના રનૌતની ફિલ્મ ‘ઘાકડ’નું સોંગ ‘શી ઈઝ ઓન ફાયર’ ની પ્રથમ ઝલક આવી સામે

Social Share

મુંબઈઃ- બોલિવૂડની ક્વિન એવી કંગના રનૌત હમેંશા ચર્ચાઓમાં છવાયેલી રહે છે,ક્યારેક તેના કોઈ નિવેદનને લઈને તો ક્યારેક તેની ફિલ્મ્સ કે સોંગને લઈને ત્યારે હવે ટૂંક સમયમાં રિલીઝ થનારી તેની ફિલ્મ ધાકડનું સોંગ રિલીઝ થાય તે પહેલા તેની ઝલક જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે  આ ફિલ્મનું ટ્રેલર પહેલા જ રિલીઝ થઈ ચૂક્યું છે જેની ઈન્ટરનેટ પર ખૂબ પ્રશંસા થઈ હતી. તે જ સમયે, હવે આ ફિલ્મના પહેલા ગીતની ઝલક સામે આવી છે. આ ગીતનું ટાઈટલ ‘શી ઈઝ ઓન ફાયર’ છે અને તેમાં કંગનાની સાથે બાદશાહ પણ જોવા મળ્યો છે. તે જ સમયે, આ બંને સ્ટાર્સની સાથે, અન્ય ઘણી ખાસ વસ્તુઓ પણ વીડિયોમાં દેખાઈ રહી છે.

કંગના રનૌતે તેની આગામી ફિલ્મ ‘ધાકડ’ના પહેલા ગીતનું ટીઝર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. આ સોંગનું શીર્ષક છે- ‘શી ઈઝ ઓન ફાયર’. આ ટીઝરમાં કંગના એક અલગ જ અવતારમાં જોવા મળી રહી છે.

https://www.instagram.com/kanganaranaut/?utm_source=ig_embed&ig_rid=7576a6b5-78a3-4bd5-931c-cf3b9e6cee45

આ સોંગમાં કંગના પણ બોલ્ડ લુક સાથે શાનદાર લુકમાં નજરે પડી છે. 25 સેકન્ડના આ વીડિયોમાં કંગના બંદૂક, રાઈફલ અને તલવાર લઈને જતી જોવા મળે છે. આ ફુલ સોંગ આવતીકાલે એટલે કે 5 મેના રોજ રિલીઝ થશે. અહીં જુઓ વાયરલ થઈ રહેલા ‘ધાકડ’ના પહેલા ગીતનું ટીઝર-

Exit mobile version