Site icon Revoi.in

‘OMG 2’માંથી યામી ગૌતમનો ફર્સ્ટ લુક આવ્યો સામે,વકીલની ભૂમિકામાં દેખાઈ અભિનેત્રી

Social Share

મુંબઈ : અક્ષય કુમાર અને યામી ગૌતમની આગામી ફિલ્મ ‘OMG 2’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું પોસ્ટર 4 જુલાઈ 2023ના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અક્ષયનો લુક જોઈને બધા લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. ‘OMG 2’ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આવવાની છે.

હવે ફિલ્મમાંથી યામી ગૌતમનો લુક પણ સામે આવ્યો છે. તેના પાત્રનું નામ ‘કામિની મહેશ્વરી’ છે. આ ફિલ્મમાં અભિનેત્રી વકીલની ભૂમિકા ભજવશે. લોકો યામીને પહેલા પણ વકીલની ભૂમિકામાં જોઈ ચૂક્યા છે, પરંતુ આ વખતે કેસ અલગ જ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવની ભૂમિકા ભજવશે.  અક્ષય કુમારે પણ યામી ગૌતમનો લુક શેર કર્યો છે. તેણે લખ્યું ‘સત્ય એ છે જે સાબિત કરી શકાય, સત્યની લડાઈ શરૂ થવાની છે, ટૂંક સમયમાં ટીઝર રિલીઝ થશે.’

‘OMG’માં અક્ષય કુમારે ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું અને તેની સાથે પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં હતા. આ વખતે અક્ષયની સાથે યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકા ભજવવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,અક્ષય કુમારની ફિલ્મ ‘OMG 2’ અને શનિ દેઓલની ફિલ્મ ગદર 2  ઓગસ્ટ મહિનામાં એક જ તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે આ ફિલ્મ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. વર્કફ્રન્ટની વાત કરીએ તો આ ફિલ્મ સિવાય અક્ષય કુમાર બડે મિયાં છોટે મિયાંમાં જોવા મળશે.