Site icon Revoi.in

ભારતીય મૂળની પ્રથમ શીખ મહિલા અમેરિકામાં બની જજ,કાર્યભાર સંભાળ્યો

Social Share

દિલ્હી:ભારતીય મૂળની શીખ મહિલા મનપ્રીત મોનિકા સિંહે રવિવારે અમેરિકાના કાયદા નંબર 4માં હેરિસ કાઉન્ટી સિવિલ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.મોનિકા અમેરિકામાં જજ તરીકે ચૂંટાયેલી પ્રથમ ભારતીય શીખ મહિલા છે.મોનિકાનું કહેવું છે કે,ન્યાયાધીશ તરીકે તેની ચૂંટણીનો અર્થ શીખ સમુદાય માટે ઘણો મહત્વનો છે.

મનપ્રીતના પિતાનું સન્ક્ષિપ્ત નામ એ.જે છે હે એક વાસ્તુકાર છે.1970 ના દાયકાની શરૂઆતમાં, તેઓ તેમના સપનાને અનુસરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા.તેણીનું કહેવું છે કે તે દરમિયાન મારા પિતાએ પાઘડીધારી શીખ તરીકે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો અને તે સમયે સ્થળાંતર કરનારાઓ માટે ભેદભાવ સામે અવાજ ઉઠાવવા માટે કોઈ પ્લેટફોર્મ નહોતું.મોનિકાનું કહેવું છે કે,હવે સમય બદલાઈ ગયો છે મારા ભાઈને પણ સ્કૂલમાં ધમકાવવામાં આવતો હતો,પરંતુ હવે બધા જાણે છે કે,હવે અમે અમારો અવાજ ઉઠાવી શકીશું.જોકે તે ખરેખર હજી સમાપ્ત થયું નથી, આપણે બધા હજુ પણ અમુક સ્તરના ભેદભાવમાંથી પસાર થઈએ છીએ. તેણીનું કહેવું છે કે,એક વકીલ તરીકે મેં હંમેશા સંકલ્પ શોધવા અને બદલાવ લાવવાનો પ્રયાસ કર્યો છે.

20 વર્ષથી ટ્રાયલ વકીલ તરીકે, મોનિકાએ હંમેશા તેના પોતાના માર્ગને અનુસરવાનું પસંદ કર્યું છે. તેણી જણાવે છે કે,બાળપણમાં મને ઇતિહાસ ખાસ કરીને નાગરિક અધિકાર ચળવળ ખૂબ જ રસપ્રદ લાગ્યો.લોકોને ફરક પાડતા જોવા એ મારા માટે મોટી વાત હતી. તેથી મોટા ભાગના શીખ પરિવારોના બાળકોની જેમ એન્જિનિયરિંગ કે મેડિસિન ભણવાને બદલે મેં વકીલ બનવાનું પસંદ કર્યું.બ્રાઉન લેડી તરીકે બે વખત તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેણી કહે છે કે જ્યારે મેં શરૂઆત કરી ત્યારે ગોરા પુરુષો હ્યુસ્ટનમાં કાયદાની પ્રેક્ટિસ કરતા હતા. મોટાભાગના લોકોને મારું નામ ઉચ્ચારવામાં પણ તકલીફ પડતી હતી. તેઓ મને મન-પ્રીત બોલાવતા હતા અને મને પૂછતા હતા કે હું ક્યાંની છું અને મારા નામનો અર્થ શું છે.