Site icon Revoi.in

વિદ્યુત જામવાલની ફિલ્મ ‘સનક’ નું પહેલું સોંગ ‘ઓ યારા દિલ લગાના ’ થયું રિલીઝ

Social Share

 

મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી ખૂબ જ રાહ જોવાતી અને હોસ્ટેજ ડ્રામા ફિલ્મ ‘સનક- હોપ અન્ડર સીઝ’ નું એક્શનથી ભરપૂર ટ્રેલર લોન્ચ થયા બાદ હવે, નિર્માતાઓએ વિદ્યુત જામવાલ અને રૂક્મિણી મૈત્રની ફિલ્મ ‘ઓ યારા દિલ લગના’ નો પ્રથમ રોમેન્ટિક ટ્રેક રિલીઝ કરવામાં આવ્યો છે.

સનક ફિલ્મના આ સોંગના શબ્દો છે ‘ઓ યારા દિલ લગના’  જે જૂના ફિલ્મ સોંગનું નવુ વર્ઝન છે, ખાસ કરીને ઓલ્ડ સોંગના પ્રેમીઓ 90 ના દાયકાના ગીતો સાંભળવાનું પસંદ કરે છે તેમના માટે વિઝ્યુઅલ ટ્રીટ હશે આ સોંગ, કારણ કે તે જેકી શ્રોફ, મનીષા કોઈરાલા અને નાના પાટેકર અભિનીત ફિલ્મ ‘અગ્નિસાક્ષી’ કે જે 1996 માં આવ્યું હતું.આ મૂળ ગીતનું નવું વર્ઝન છે.

ફિલ્મ સનકના ‘ઓ યારા દિલ લગના’નું નવું વર્ઝન વિદ્યુત અને રુક્મિણીને દર્શાવતા દ્રશ્યો ક્લબની કૂલ બૈકડ્રોપ પર શૂટ કરવામાં આવ્યું છે જ્યાં તેઓ એકબીજા પ્રત્યેનો પ્રેમ સુંદર રીતે વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.

આ  મૂળ સોંગ લિજેન્ડ મ્યુઝિક જોડી નદીમ-શ્રવણ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું હતું, ત્યારે નવા વર્ઝનની રચના ચિરંતન ભટ્ટે કરી છે. સ્ટેબિન બેન અને દીક્ષા તૂર દ્વારાગાવામાં આવેલા લિરિક્સ મનોજ યાદવ અને મૂળ ગીતના ગીતકાર સમીર અંજાન દ્વારા લખવામાં આવ્યા છે. વિદ્યુત જામવાલ, ચંદન રોય સન્યાલ, નેહા ધૂપિયા અને રુક્મિણી મૈત્ર અભિનિત, સનક – હોપ અન્ડર સીઝ સનશાઇન પિક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી ઝી સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત છેઉલ્લેખનીય છે કે 15 ઓક્ટોબરે આ ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવનાર છે

 

Exit mobile version