Site icon Revoi.in

IPS કલા રામચંદ્રન ગુરુગ્રામના પ્રથમ મહિલા પોલીશ કમિશનરે આજરોજ કાર્યભાર સંભાળ્યો

Social Share

 

દિલ્હીઃ-  દેશમાં હવે દરેક ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો રહ્યો છે, ત્યારે હવે ઘણી જડગ્યાએ મહિલાઓ જે પદ પર નોહતી ત્યા પણ હવે મહિલાઓની નિમણૂક કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ ગુરુગ્રામમાં પ્રથમ મહિલા કમિશનર બનાવાયા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે IPS કાલા રામચંદ્રન કે જેઓ1994 બેચના IPS ઓફિસર છે જેઓને હવે ગુરુગ્રામમાં પોલીસ કમિશનર બનાવામાં આવ્યા છેજે હવે ગુરુગ્રામ કમિશનરેટની પ્રથમ મહિલા પોલીસ કમિશનર પણ છે.  તેમણે આજે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો.

રવિવારે મીડિયા સાથેની વાતચીતમાં, તેણે પોતાની પ્રાથમિકતાઓ પણ  જણાવી હતી જેમાં તેમણે ગુરુગ્રામમાં ટ્રાફિકને સરળતાથી ચલાવવા, માર્ગ અકસ્માતો ઘટાડવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. મહિલાઓ અને સાયબર ગુનાઓનું નિવારણ પણ તેમની પ્રાથમિકતાઓમાં સામેલ કર્યું હતું

ઉલ્લેખનીય છે કે સરકારે રવિવારે રાત્રે રાજ્યના 15 IPS અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા હતા. અત્યાર સુધી પરિવહન વિભાગના અગ્ર સચિવ તરીકેનો ચાર્જ સંભાળી રહેલા કલા રામચંદ્રનને ગુરુગ્રામ પોલીસ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે.

કાલા રામચંદ્રને કહ્યું કે ગુરુગ્રામમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કરવામાં આવશે. લોકોને રસ્તા પર ટ્રાફિકમાં અટવવું ન પડે તે માટે તમામ પગલાં લેવામાં આવશે. માર્ગ અકસ્માતો ઘટાડવાના પ્રયાસો પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મહિલા અપરાધ અને સાયબર ક્રાઈમ ઘટાડવાનો પણ તેમની પ્રાથમિકતાઓમાં સમાવેશ કરવામાં આવશે. પદભાર સંભાળ્યા બાદ અધિકારીઓ સાથે બેઠક યોજીને શહેરની કાયદો અને વ્યવસ્થાની સમિક્ષાનો રિપોર્ટ પણ લેવામાં આવશે.